ગોધરા, વી.આર. એબીએનએસ: પંચમહાલ જિલ્લા ખાણ ખનીજ વિભાગે ખનીજ માફિયાઓ સામે ખાસ ચુસ્ત કાર્યવાહી શરૂ કરવામાં આવી છે અને માફિયાઓ સામે ચો તરફ બાજ નજરથી સતત પેટ્રોલિંગ કરવામાં આવે છે આ દરમિયાન ખાણ ખનીજ વિભાગ જયારે ગોધરાના કાંકણપુર તરફ પેટ્રોલિંગમાં હતા તે સમયે ખનીજ કોલસો ભરેલી બે ટ્રક પ્રસાર થઈ રહી હતી તેઓને શંકા જતા તે ટ્રકોને ઉભી રાખી ટ્રક ડ્રાઈવર પાસે પાસ પરમીટ માંગવામાં આવી હતી.
પરંતુ તે રજૂ નહિ કરતા બે ટ્રકને સીઝ કરવામાં આવ્યા હતા તો બીજી તરફ બ્લેક ટ્રેપ અને રેતી ભરેલા 3 ટ્રક હાલોલ જીઆઇડીસી પાસે પસાર થઈ રહ્યા હતા ત્યારે ખાણ ખનીજ વિભાગના અધિકારીઓએ ટ્રકના ડ્રાઇવર પાસે પાસ પરમીટ માંગતા તે રજૂ કરવામાં નહિ આવતા બ્લેક ટ્રેપ અને રેતી ભરેલા ત્રણ ટ્રક ઝડપી પાડવામાં આવ્યા હતા
આમ ખાણ ખનીજ વિભાગે બન્ને જગ્યાએથી મળીને કુલ પાંચ ટ્રક અને ખનીજ સાથે કુલ રકમ અંદાજે ₹1.5 કરોડ જેટલો મુદ્દામાલ સીઝ કરી પંચમહાલ કલેકટર કચેરીએ રાખી ખનીજ માફીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.