એબીએનએસ પાટણ: પાટણ જિલ્લાનો સમી તાલુકો સમગ્ર જિલ્લામાં વધારે અનુસૂચિત જાતિ વસ્તી ધરાવનાર પછાત તાલુકો છે આ તાલુકામાં છેલ્લા ઘણા દશકાઓથી સમીના મુજપુરી ગેટ ખાતે આવેલ રોહિત વાસમાં રહેતા મોતીલાલ ખેંગારભાઈ પરમાર કે જેઓ ડો.બાબા સાહેબ આંબેડકરની વિચારધારા પ્રમાણે યુવાન અવસ્થાથી જ દલિત સમાજના લોકો ઉપર જ્યાં પણ અત્યાચાર થાય ત્યાં તાત્કાલિક અસરથી પહોંચી જઈને પોતાના ઘર પરિવારની કે પોતાના જાનમાલની ચિંતા કર્યા વગર સતત લોકોની વચ્ચે લોકોની પડખે ઊભા રહ્યા છે.
તેમના આ મહાન કાર્ય પાછળ તેમના ધર્મપત્ની આજીબેનનો વિષેય સહયોગ રહેલ છે અને તેમના ધર્મ પત્ની અજીબેન એ તેમના પતિ મોતિલાલ ખેંગાર ભાઈ પરમારને સમાજ વિકાસના કાર્ય માટે ખેત મજૂરી કરીને પણ ઘરની આર્થિક જવાબદારી સંભાળીને તેમના પતિને સતત સમાજ સેવા માટે વ્યસ્ત રાખ્યા હતા અને પોતાના બાળકોનું લાલન પોષણ તેમણે કારમી મજૂરી કરીને કર્યું હતું.
તેમણે તેમના દીકરા દીકરીઓના પાલનની સાથે તેમના એક દીકરાને જજ પણ બનાવેલ છે. આમ તેમના આગવા પારિવારિક સમયના બલિદાનના ભાગરૂપે તેમની ” માઇ રમાબાઈ આંબેડકર ઇન્ટરનેશનલ એવોર્ડ ” માટે લોકસભાના પૂર્વ પેનલ સ્પીકર ડોક્ટર કિરીટભાઈ પ્રેમજીભાઈ સોલંકીના અધ્યક્ષ સ્થાને ગઠિત ઉડાન રાષ્ટ્રીય સંસ્થાના ઉપક્રમે પસંદગી કરવામાં આવી છે.
મોતીલાલ પરમારના જ્યેષ્ઠ પુત્ર ભીખાલાલ પરમાર પણ નાનપણથી પિતાની વંચિત લોકોના સહારે ઉતરીને જોખમી કામગીરી નિહાળીને પિતાને પગલે સમાજ સેવાના ક્ષેત્રમાં સતત વ્યસ્ત રહ્યા છે સમી ખાતે ઝેરોક્ષ સેન્ટર , ચલાવવાની સાથે પોતે દિવ્યાંગ હોવા છતાં પણ અનેક લોકોને અનેક મહામારીઓમાં અને તે સિવાયના દિવસોમાં સતત લોકોની વચ્ચે રહીને સમાજ સેવા કરી રહ્યા છે.
તેનાથી વિશેષ તેમણે અમદાવાદ ખાતે એક કાર્યક્રમ મા પધારેલા ડો.બાબા સાહેબ આંબેડકરના પ્રપૌત્ર આનંદ રાજ આંબેડકરને ડો.બાબા સાહેબ આંબેડકર એ સ્થાપેલ પીપલ્સ એજ્યુકેશન સોસાયટી મુંબઈને સમી તાલુકા ગરીબ વંચિત સમાજના બાળકોને ઉચ્ચ શિક્ષણ મળી રહે તે માટે પોતાની સાડા સાત વિઘા જમીન દાનમાં આપી હતી.
આ બધાજ કાર્યોમાં તેમના ધર્મ પત્ની મધુબેન પરમાર એ પણ પોતાના સાસુ ની માફક પોતાના પરિવારની સઘળી આર્થિક જવાબદારી સ્વીકારીને તેમણે તેમના પતિ ભીખાલાલ પરમારને ક્યારેય પણ સમાજસેવાના કાર્ય માં જવા માટે રોકટોક કરી નથી અને જેના કારણે સમગ્ર સમી તાલુકા ઉપરાંત પાટણ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં દલિત વંચિતોની સેવા માટે ભીખાલાલ પરમારને વ્યસ્ત રહેવા દીધા છે.
આમ મધુબેન ભીખાલાલ પરમારની પણ ઉડાન સંસ્થા દ્વારા ” માઇ રમાબાઈ આંબેડકર ઇન્ટરનેશનલ એવોર્ડ” માટે પસંદગી કરવામાં આવી છે.
ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે ભારતીય બંધારણની રચનાની સાથે ભારતના કરોડો મહિલાઓ વંચિતોના વિકાસ માટે પોતાના ઘરની જવાબદારી તેમના ધર્મ પત્નીના શીરે મૂકીને સતત સમાજ અને દેશ વિકાસ માટે વ્યસ્ત રહ્યા હતા.
જેના કારણે તેમના ધર્મપત્ની માઇ રમાબાઈ આંબેડકરે અનેક આર્થિક મુશ્કેલીઓ વેઠી હતી અને જેના કારણે તેમના ઘણા પુત્રોના પણ ગરીબીના કારણે અવસાન થયા હતા માત્ર એકજ પુત્ર યશવંતરાય આંબેડકર જીવિત રહેલ અને સઘળી જવાબદારી પરિવારની તેમણે નિભાવી હતી
જેના કારણે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર દેશ માટે આટલું મહાન કાર્ય કરી શકયા હતા આમ માઇ રમાભાઇ આંબેડકરની જેમ યોગદાન આપનાર અનુસૂચિત જાતિ ,અનુસૂચિત જનજાતિ અને અન્ય નબળા વર્ગોની મહિલાઓને માય રમાભાઇ આંબેડકર એવોર્ડ થી સન્માનિત કરવાના આ કાર્યક્રમ માં આ બંને સાસુ વહુની પસંદગી તેમના પારિવારિક સમયના બલિદાનના ભાગરૂપે કરવામાં આવી છે.