પાટણ, એબીએનએસ: ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીના સહયોગથી શ્રીવીરમાયા સેવા ટ્રસ્ટ વરાણા દ્વારા આયોજીત લોકગીત દુહા છંદ તથા સંતવાણી નો ભવ્ય કાર્યક્રમ સદગુરૂ બાલકસાહેબ ની જગ્યા સમી ખાતે યોજાયો હતો.
આ કાર્યક્રમમાં સમી તાલુકા પંચાયતના પ્રમુખ સંજયભાઈ દવે શ્રીવીરમાયા સેવા ટ્રસ્ટ વરાણાના પ્રમુખ વશરામભાઈ વઢીયારી, સામાજિક કાર્યકર ભીખાભાઈ પરમાર સંતવાણીના કલાકારો કાંતિભાઈ વઢીયારી ગોવિંદભાઈ સાગર ભીમદાન ગઢવી વસંતીબેન બારોટ જેવા નામી અનામી કલાકારો દ્વારા સંતવાણીમાં ભજનોની રમઝટ બોલાવી તેમજ આ કાર્યક્રમને સફળ બનાવવા બદલ ધર્મપ્રેમી જનતાનો ખુબ ખુબ આભાર વ્યક્ત કર્યો હતો.