વૈજ્ઞાનિક પ્રથમભાઈ આંબળાએ આપી હતી ટ્રેનીંગ
બાળકો ધારે તો શું ના કરી શકે તેનું જીવંત ઉદાહરણ અંબાજી નજીક આવેલા ચીખલા ગામે જોવા મળ્યું .તાજેતરમાં ચીખલા સરકારી પ્રાથમિક શાળામાં જયંતીભાઈ ડાહ્યાભાઈ પટેલ ચેરીટેબલ ટ્રસ્ટ ,જયંતીભાઈ એન્ડ કંપની અમદાવાદ અને ગ્રીન માર્બલ અંબાજી દ્વારા વોટર બોટલ રોકેટ પ્રોજેક્ટનું આયોજન કરવામાં આવ્યુ હતું .શાળાના બાળકોએ હેલિપેડ ઉપર કુલ 20 વોટર બોટલ રોકેટને સક્સેફુલ લોન્ચ કરેલ .
અમદાવાદથી આવેલા વૈજ્ઞાનીક શ્રી પ્રથમભાઇ આંબળા દ્વારા ચીખલા પ્રાથમીક શાળામાં ધોરણ સાત અને આઠ ના વિધાર્થીઓ પાસેથી અલગ અલગ વસ્તુઓનો ઉપયોગ કરીને રોકેટ બનાવવાની તાલીમ અપાઈ હતી .જેમાં પાણીની બોટલનો પણ ઉપયોગ કરાયો હતો .તાલીમ પૂર્ણ થયા બાદ શાળાના બાળકોને ચીખલા હેલિપેડ ખાતે લઇ જવામાં આવ્યા હતા અને ત્યારબાદ રોકેટ લોંચ કરાવવામાં આવ્યું હતું અને તેની સૂઝ અપાઈ હતી.આ કાર્યક્રમમાં શાળાનો સ્ટાફ ,ગ્રીન માર્બલ નો સ્ટાફ પણ હાજર રહ્યો હતો
રિપોર્ટર પ્રહલાદ પૂજારી અંબાજી