બનાસકાંઠા, એબીએનએસ: બનાસકાંઠા જિલ્લા ખોરાક અને ઔષધ નિયમન તંત્ર બનાસકાંઠા દ્વારા ડીસા સ્થિત શ્રી નવકાર ડેરી પ્રોડક્ટ પેઢી ખાતે રેડ કરવામાં આવી હતી. ફૂડ વિભાગ દ્વારા ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ ૨૦૦૬ હેઠળ જવાબદારો સામે કાર્યવાહી કરીને ગાયના ઘીના શંકાસ્પદ ૧૧ જેટલા શંકાસ્પદ નમૂનાઓ લઈને કુલ રૂપિયા ૧૭,૫૦,૦૭૪/- કિંમતનું ૪૦૩૭ કિલો ઘીનો જથ્થો જપ્ત કરીને આગળની કાર્યવાહી હાથ ધરાઈ હતી તેમ ફૂડ વિભાગના ડેઝિગ્નેટેડ અધિકારી દ્વારા એક અખબારી યાદીમાં જણાવ્યું હતું.