અમદાવાદ, સંજીવ રાજપૂત: ગુજરાત માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા આજથી ધો.10 અને ધો.12 સામાન્ય પ્રવાહ તથા વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ કરાયો છે ત્યારે અમદાવાદ જિલ્લા કલેકટર સુજીત કુમારે બોર્ડના પરીક્ષાર્થીઓને રૂબરૂ મળી શુભેચ્છાઓ પાઠવી હતી.
અમદાવાદ શહેરના શાહીબાગ ખાતે જી.જી.આઇ કેન્ટોન્મેન્ટ શાળા ખાતે જિલ્લા કલેકટર ઉપસ્થિત રહ્યા હતા અને ધો.10ના વિદ્યાર્થીઓને ગુલાબનું ફૂલ અને તિલક સાથે શુભેચ્છાઓ પાઠવી હતી.કલેકટરએ સફળ પરીક્ષા અને ઉજ્જવળ ભવિષ્ય માટેની શુભકામનાઓ પાઠવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગઈકાલે સાંજે બોર્ડની પરીક્ષા પૂર્વે કલેકટર સુજીત કુમાર દ્વારા વિડિયો સંદેશ તેમજ આજે સવારે ઓડિયો સંદેશ દ્વારા શહેર જિલ્લાના તમામ બોર્ડના પરીક્ષાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી પ્રોત્સાહિત કર્યા હતા અને વાલીગણને પણ અપીલ કરી હતી.આ તકે જિલ્લા શિક્ષણાધિકારી રોહિત ચૌધરી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.