અમદાવાદ, સંજીવ રાજપૂત: અમદાવાદ ખાતે આવેલ માંગલ્ય વાટિકામાં શ્રી ક્ષત્રિય રાજપૂત સમાજ રાજસ્થાન, ગોતા દ્વારા હોળી સ્નેહમિલન અને જાગરણ કાર્યક્રમ યોજાયો.
ગુજરાતમાં ધંધાકીય અર્થે અનેક ધર્મ-જ્ઞાતિના લોકો આવે છે અને સ્થાયી બને છે ત્યારે રાજસ્થાનના બિકાનેર, નાગોર, ફાલોદી, બાડમેર જેવા શહેરથી આવી ગુજરાતમાં વસેલા રાજસ્થાનનો ભગવાન વિશ્વકર્માના કાર્યે સંકળાયેલ ક્ષત્રિય રાજપૂત સમાજ પણ વસવાટ કરે છે પરંતુ પોતાના માદરે વતનની સંસ્કૃતિને પણ તેઓ ક્યારેય ભૂલતા નથી.
અમદાવાદ ખાતે વસવાટ કરતા રાજસ્થાનના શ્રી ક્ષત્રિય રાજપૂત સમાજના ગીતાના લોકો દ્વારા હોળી સ્નેહ મિલન કાર્યક્રમ અને જાગરણનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્ય મહેમાન તરીકે પ્રદીપસિંહ વાઘેલા, પુર્વ મહામંત્રી ભારતીય જનતા પાર્ટી અને ભવાનીસિંહ શેખાવત, સંયોજક ભારતીય જનતા પાર્ટી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. પ્રદીપસિંહ વાઘેલનું રાજસ્થાનની પરંપરાગત પાઘડી અને તલવાર આપી સન્માન કરવામાં આવ્યું હતું.
તો આંતરાષ્ટ્રીય ખ્યાતિ મેળવનાર બાડમેરના યુવા ગાયક કલાકાર જોગરાજસિંહ રાઠોડ અને યોગેશ ગોમતી દ્વારા વિવિધ રાજસ્થાની લોકગીતો રજૂ કરી સાંજને રમણીય બનાવી હતી. આ ઉપરાંત પત્રકારત્વ ક્ષેત્રે સતત કાર્યરત શિવકુમાર શર્મા, તંત્રી સવેરા ગુજરાત દૈનિક અને એબીએનએસના સીઈઓ સંજીવકુમાર રાજપૂતનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગુજરાત મનોમંથન9 ન્યૂઝના સીઈઓ ડી એસ પરમાર, રૂપસિંહ રાઠોડ-આયોજક, મહિપાલ સિંહ ચૌહાણ, અર્જુનસિંહ, અનુપસિંહ, ભવર સિંહ, ગજેન્દ્રસિંહ સહિત સમસ્ત સમાજના આગેવાનો, યુવાઓ, ભાઈઓ અને બહેનો કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. શ્રી ક્ષત્રિય રાજપૂત સમાજના યુવાઓ દ્વારા આ કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો હતો અને સર્વેએ ભોજન પ્રસાદ ગ્રહણ કર્યો હતો.