કપિલ પટેલ દ્વારા અરવલ્લી
ધી બાવસર દૂધ ઉત્પાદક સહકારી મંડળી લી.નો સુવર્ણ જયંતિ મહોત્સવ તારીખ ૨૮ ફેબ્રુઆરીને શુક્રવારના રોજ આયોજિત કરવામાં આવેલ હતો.દૂધ મંડળી દ્વારા સ્થાપનનાના ૫૦ વર્ષ પૂર્ણ થતાં સુવર્ણ જયંતિ ઉજવણી કાર્યક્રમમાં સાબરડેરી,હિંમતનગર તેમજ ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન, આણંદના ચેરમેન શામળભાઈ પટેલ સમારંભ ના અદયક્ષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા તેમજ કાર્યક્રમમાં ગુજકોમાસોલ ના ડિરેક્ટર મહેશભાઇ પટેલ તથા સાબરડેરી નિયામક મંડળના સદસ્ય ડૉ.વિપુલભાઈ પટેલ દ્વારા તકતી અનાવરણ કરવામાં આવેલ હતું.
કાર્યક્રમ અંતર્ગત ઉપસ્થિત મહેમાનો ના હસ્તે દૂધ મંડળીના આધ્ય સ્થાપકના પુત્રોનું સન્માન અભિવાદન તથા સૌથી વધુ દૂધ ભરાવતા દૂધ ઉત્પાદક સભાસદોનું સન્માન કરવામાં આવેલ,
કાર્યક્રમના અધ્યક્ષ એવા ચેરમેન શામળભાઈ પટેલ દ્વારા દૂધ વ્યવસાયમાં ગણતરી રાખી કરકસર પૂર્વક ઓછા ખર્ચે વધુ દૂધ ઉત્પાદન લેવા સારી ઓલાદની ગાયો અને ભેંસો રાખવા તથા આધુનિક અને વૈજ્ઞાનિક પશુપાલન માટે આગ્રહ કર્યો હતો,
સંઘની ઓલાદ સુધારણ માટે સંવર્ધનલક્ષી ભ્રૂણ પ્રત્યારોપણ પધ્ધતિ તથા સેક્સ્ડ સિમેન વિષે માર્ગદર્શન આપ્યું હતું અને દૂધ ઉત્પાદન વધારવા સંઘ દ્વારા ૩ % વ્યાજ સહાય સાથેની ૫ ગાયો માટે વ્યક્તિગત ૪.૫ લાખના ધિરાણની યોજના અમલમાં મૂકી છે
તેનો લાભ લેવા આગ્રહ કર્યો હતો,વધુમાં તેઓએ મંડળીને સંઘ તથા સરકારની યોજનાઓનો લાભ દૂધ ઉત્પાદકોને આપવા સૂચન કર્યું હતું સાથે સાથે સંઘ દ્વારા દૂધ મંડળીઓને શ્રેષ્ઠ ગુણવત્તાનું કરિયાણું, નમકીન ,ઓર્ગેનિક ઉત્પાદન, ડેરી ઉત્પાદનો વેચાણ કરી આવકમાં વધારો થાય એવા આયોજન કરવા આગ્રહ કર્યો હતો,પ્રસંગે ગુજકોમાસોલના ડિરેક્ટર મહેશભાઇ પટેલ તથા સાબરડેરી નિયામક મંડળના સદસ્ય ડૉ.વિપુલભાઈ પટેલ દ્વારા ઉદબોધન કરી મંડળી ને શુભેચ્છા પાઠવી
યુવાનો દૂધના વ્યવસાયમાં આગળ આવે તે માટે અનુરોધ કર્યો હતો
કાર્યક્રમ અંતર્ગત સાબરડેરીના અધિકારીએ સંઘ તથા સરકાર ની યોજનાઓ,સાબરડેરીના દૂધ ઉત્પાદકો લક્ષી આયોજન,નવીન ઉત્પાદન,આધુનિક અને વૈજ્ઞાનિક પશુપાલન હેતુ પશુ પોષણ,પશુ સંવર્ધન અને પશુ આરોગ્ય બાબતે માર્ગદર્શન આપ્યું હતું.
કાર્યક્રમમાં મોટી સંખ્યામાં દૂધ ઉત્પાદકો હાજર રહ્યા હતા તથા કાર્યક્રમની આભાર વિધિ મંડળીના ચેરમેન જીવણભાઈ કરવામાં આવી હતી.