પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો. શ્રી હર્ષદ પટેલ ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. શ્રી એ.આર.વાળા તથા અધિકારી શ્રીઓને ભાવનગર શહેર-ગ્રામ્ય વિસ્તારમાંથી દારૂ/જુગારની પ્રવૃતિ નેસ્તનાબુત કરવા સખત સુચના આપેલ.
આજરોજ તા.૦૩/૦૩/૨૦૨૫ના રોજ ભાવનગર, એલ.સી.બી. પોલીસ સ્ટાફનાં માણસો ભાવનગર સીટી વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન બાતમી મળેલ કે, ભાવનગર, માઢીયારોડ, લાઈન નં.૦૫, ખાંચામાં જાહેરમાં ખુલ્લી જગ્યામાં સ્ટ્રીટલાઈટના અજવાળે અમુક માણસો ગોળ કુંડાળુ વળી ગંજીપતાનાં પાનાં પૈસા વડે હાથકાંપનો જુગાર રમે છે. જે બાતમી અંગે રેઇડ કરતાં ગંજીપત્તાના પાના-પૈસા વડે હારજીતનો હાથકાપનો જુગાર રમતાં નીચે મુજબનાં માણસો પકડાય ગયેલ. તેઓ વિરૂધ્ધ બોરતળાવ પોલીસ સ્ટેશનમાં જુગાર પ્રતિબંધક ધારાની કલમ હેઠળ ગુન્હો દાખલ કરાવવામાં આવેલ.
પકાયેલ આરોપીઓ:-
1. મહેન્દ્રસિંહ ઉર્ફે મુન્નાભાઇ ઉદયસિંહ રાઠોડ ઉ.વ.૪૬ રહે. શીતળામાતાની દેરી પાસે,નારી રોડ કુંભારવાડા, ભાવનગર
2. હિરેનભાઇ રમણીકભાઇ મારૂ ઉ.વ.૨૭ રહે. ગઢેચી ફાટક,રાધેકૃષ્ણ હોલની પાસે,કુંભારવાડા, ભાવનગર
3. અશ્વીનભાઇ હરીભાઇ ખીમસુરીયા ઉ.વ.૩૧ રહે. શેરી નંબર-૪,માઢીયા રોડ,કુંભારવાડા,ભાવનગર
4. વિજયભાઇ અમૃતભાઇ ચાવડા ઉ.વ.૩૪ રહે.શેરી નંબર-૫,નારી રોડ,શીતળામાતાની દેરી પાસે,કુંભારવાડા ભાવનગર
કબ્જે કરેલ મુદ્દામાલઃ-ગંજીપત્તાના પાના નંગ-૧૦૪ કિ.રૂ.૦૦/૦૦ તથા રોકડા રૂ.૧૧,૬૦૦/-, તથા ચાદર કિ.રૂ.૦૦/૦૦ મળી કુલ કિંમત રૂ.૧૧,૬૦૦/-નો મુદ્દામાલ
આ સમગ્ર કામગીરી કરનાર પોલીસ સ્ટાફ પોલીસ ઇન્સ. શ્રી એ.આર.વાળાના માર્ગદર્શન હેઠળ પો.સ.ઈ શ્રી વી.વી.ધ્રાંગુ તથા સ્ટાફના ઘનશ્યામભાઇ ગોહીલ,સાગરભાઈ જોગદીયા,મહેન્દ્રભાઈ ચૌહાણ, વિઠ્ઠલભાઇ બારૈયા, અનિલભાઇ સોલંકી, સંજયભાઇ ચુડાસમા જોડાયાં હતા.