એબીએનએસ, સમી: સમીના સેવક પરિવારને માતા રમાબાઈ આંબેડકર આંતરરાષ્ટ્રીય એવોર્ડથી સન્માનિત કરાયા. આગવા પારિવારિક સમયના બલિદાનના ભાગરૂપે તેમની ” માઇ રમાબાઈ આંબેડકર ઇન્ટરનેશનલ એવોર્ડ ” માટે લોકસભાના પૂર્વ પેનલ સ્પીકર ડોક્ટર કિરીટભાઈ પ્રેમજીભાઈ સોલંકીના અધ્યક્ષ સ્થાને ગઠિત ઉડાન રાષ્ટ્રીય સંસ્થાના ઉપક્રમે પસંદગી કરવામાં આવી હતી..
વિશેષ અમદાવાદ ખાતે એક કાર્યક્રમમા પધારેલા ડો બાબા સાહેબ આંબેડકરના પ્રપૌત્ર આનંદરાજ આંબેડકરને ડો.બાબા સાહેબ આંબેડકર એ સ્થાપેલ પીપલ્સ એજ્યુકેશન સોસાયટી મુંબઈને સમી તાલુકાના ગરીબ વંચિત સમાજના બાળકોને ઉચ્ચ શિક્ષણ મળી રહે તે માટે પોતાની ખેત જમીન દાનમાં આપી હતી.
સમગ્ર સમી તાલુકા ઉપરાંત પાટણ જિલ્લાના વિવિધ વિસ્તારોમા દલિત વંચિતોની સેવા માટે ભીખાલાલ પરમારનિ સેવાને લોકોએ બિરદાવી છે.
ડો.બાબા સાહેબ આંબેડકરે ભારતીય બંધારણની રચનાની સાથે ભારતના કરોડો મહિલાઓ વંચિતોના વિકાસ માટે પોતાના ઘરની જવાબદારી તેમના ધર્મ પત્નીના શીરે મૂકીને સતત સમાજ અને દેશ વિકાસ માટે વ્યસ્ત રહ્યા હતા.
માઇ રમાભાઇ આંબેડકરની જેમ યોગદાન આપનાર અનુસૂચિતજાતિ ,અનુસૂચિત જનજાતિ અને અન્ય નબળા વર્ગોની મહિલાઓને માય રમાભાઇ આંબેડકર એવોર્ડ થી ભારત સરકાર ના કાયદા પ્રધાન અર્જુન રામ મેઘવાલ , સંરક્ષણ પ્રધાન સંજયજી શેઠ ,લોકસભા પેનલ સ્પીકર સંઘ્યાજીરે, પૂર્વ સાંસદ અંજુ બાલાજી,બાબા સાહેબ ના પૌત્ર આનંદરાજ, પાર્લામેટ્રી બોર્ડના પૂર્વ ચેરમેન ડૉ. કિરીટભાઇ સોલંકી સહીત મહાનુભાવો ની ઉપસ્થિતિ માં સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમ અંતર્ગત બંને સાસુ વહુની પસંદગી તેમના પારિવારિક સમયના બલિદાનના ભાગરૂપે કરવામાં આવી હતી.