પાલીતાણા નગરપાલિકાએ દેવાળુ ફૂંક્યું છે નગર પાલિકા નું વીજ બિલ નહી ભરતા નગર પાલિકાનું વીજ કનેક્શન PGVCL દ્વારા કટ કરવામાં આવ્યું
નગરપાલિકા ઓફિસનું 11 હજાર નું બિલ નહી ભરતા પાલીતાણા PGVCL એ નગર પાલિકા નું વીજ કનેક્શન કટ કર્યું નગરપાલિકાની તિજોરીમાં પીજીવીસીએલમાં ભરવાની રકમ પણ નથી
PGVCL દ્વારા વીજ કનેક્શન કટ કરવામાં આવતા પાલિકાની કામગીરી ખોરવાઇ ભાજપ શાસિત નગરપાલિકામાં તિજોરી તળિયા ઝાટક થઈ હોય તેવુ ચોક્કસ થી લાગી રહ્યું છે
સમગ્ર મામલે શહેર કોંગ્રેસ પ્રમુખ,ઓમદેવ સિંહ સરવૈયાએ પ્રતિક્રિયા આપીને જણાવ્યું હતું કે અણઘટ વહીવટના કારણે પાલિકા અનેક વખત ચર્ચામાં આવી રહી છે તેમજ પાલિકાની સ્ટ્રીટ લાઇટ શાખાના પણ 33 લાખ નું બિલ બાકી જેની પણ નોટિસ આપવામાં આવી છે
અને પાલીતાણા પીજીવીસીએલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે જો સ્ટ્રીટ લાઇટનું બિલ નહીં ભરવામાં આવે તો તેનું પણ વીજ કનેકશન આગામી સમયમાં કટ થશે અને શહેરમાં અંધારપટ છવાશે વીજ બીલ નહિ ભરતા વિપક્ષે પાલિકા પર આક્ષેપો કર્યા છે