પૂજ્ય મોરારી બાપુના આર્શીવચન મેળવતા રાજ્યમંત્રી
તા. 15/03/2025, શનિવાર ::: સોનગઢ ખાતે
રાજ્ય શિક્ષણ મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયા રામકથાકાર મોરારી બાપુના શ્રીમુખેથી પવિત્ર રામકથાનું રસપાન કર્યું.
માન. મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, પૂજ્ય બાપુની મધુર વાણીમાં શ્રીરામચંદ્રજીના સદાચાર, ભક્તિ અને ધર્મ પર આધારિત કથાનું શ્રવણ કરવું એ સત્ય, પ્રેમ અને કરુણાની ઉજળી ધારા જેવું છે. શ્રીરામચરિતમાનસના ઉત્તમ જીવનમૂલ્યો અને આધ્યાત્મિક સંદેશ સાથે જન જનને જોડવાનું ભગીરથ કાર્ય પૂજ્ય મોરારી બાપુ સતત કરતા રહ્યા છે.
માન. મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે શ્રી મોરારી બાપુની રામકથા માત્ર ધાર્મિક જ્ઞાન પૂરતું જ નહીં, પરંતુ પ્રેરણાદાયી સંદેશ પણ આપે છે, જે સમાજને નૈતિક મૂલ્યો, સહાનુભૂતિ અને સદભાવના તરફ દોરી જાય છે.
પ્રભુ શ્રીરામના ચરણોમાં શ્રદ્ધા અને સમર્પણ સાથે આ પવિત્ર કથામૃતનો લાભ લેનાર તમામ શ્રોતાઓનું જીવન સુખ-શાંતિ અને મંગલમય બની રહે એવી પ્રાર્થના તેમણે વ્યક્ત કરી.