આ ઘટના માત્ર બાળકોની માનસિક સ્થિતિ નહીં પરંતુ પરિવાર અને સામાજિક વ્યવસ્થાની જવાબદારી તરફ પણ આંગળી ઉઠાવે છે.
આ આધુનિક યુગમાં ડિજિટલ ગેમ્સ અને સોશિયલ મીડિયાની અસરો બાળકોના જીવન પર વધી રહી છે. ચેલેન્જમાં જીતનું દબાણ અને સાથે સામૂહિક ડિપ્રેશન એક ભયાનક સ્થિતિ ઊભી કરી શકે છે તે આ ઘટનાથી સ્પષ્ટ થાય છે.
આવા સમયે વાલીઓએ માત્ર બાળકોને મોબાઇલ ન આપવાથી કે સ્ક્રીન ટાઈમ મર્યાદિત કરવાથી ફરજ પૂરી થતી નથી પરંતુ બાળકો સાથે સમય વિતાવવો, તેમની લાગણીઓને સમજવી, અને ખૂલા દિલથી વાત કરી તેની મનોસ્થિતિ જાણવી ખૂબ જરૂરી છે.
શાળામાં પણ આ બાબતે સતત સજાગતા, કાઉન્સેલિંગ અને સહાનુભૂતિભર્યું વાતાવરણ પૂરું પાડી દરેક બાળકના વર્તનમાં પાંગરેલ અનિચ્છનીય પ્રવૃત્તિઓના સંકેતોને સમજી અને તેમને સકારાત્મક માર્ગે લાવવા માટે તમામ સ્તરે પ્રયત્નો થવા જરૂરી છે.
આ બનાવ એક વેકઅપ કોલ છે જેને અટકાવવા માટે પ્રત્યેક નાગરિકે સામૂહિક પ્રયાસ કરવો પડશે.