એબીએનએસ, વી.આર. ગોધરા (પંચમહાલ)::કાલોલ તાલુકાના કરોલી ગામે બાળલગ્ન થઇ રહયા હોવાનું ૧૦૯૮ ચાઇલ્ડ હેલ્પ લાઇન પરથી ફોન આવતા જિલ્લા બાળ સુરક્ષા અધિકારી, વેજલપુર પોલીસ સ્ટાફ તથા ૧૮૧ અભયમની ટીમ કાલોલ તાલુકાના કરોલી ગામે તપાસ અર્થે પહોંચી ત્યાં બાળકીના ડોકયુમેન્ટ તપાસતા બાળકીની ઉંમર બાળલગ્ન કાયદા અનુસાર ૧૮ વર્ષ કરતા ઓછી જણાઈ આવતા જિલ્લા બાળ સુરક્ષા અધિકારી દ્રારા બાળ લગ્ન અટકાવવામાં આવ્યા હતા.
ત્યાર બાદ જિલ્લા બાળ સુરક્ષા અધીકારી દ્રારા બાળકી અને તેના પરીવારને બાળકની ઉમંર ઓછી હોય તો તે કાયદાકીય રીતે લગ્ન કરાવવો ગુનો બને છે અને તે માટે માતા-પિતા અને તેમાં સહયોગ આપનાર તમામને રૂા.૦૧ લાખનો દંડ અને ૦૨ વર્ષની સખત સજાની જોગવાઇ કાયદામાં કરવામાં આવી હોવાની સમજ આપવામાં આવી હતી. જે બાદ લગ્ન મોકુફ રાખવાની બાંહેધરી આપતા તેમનું નિવેદન લઇને કાયદેસરની પ્રક્રિયા પુર્ણ કરી જિલ્લા બાળ સુરક્ષા અધિકારી પુષ્પેન્દ્રસિંહ સોલંકી અને તેમની ટીમ દ્વારા બાળ લગ્ન અટકાવવાની કામગીરી કરવામાં આવી હતી.