અમદાવાદ, સંજીવ રાજપૂત: ગુજરાત સરકારે અનુસૂચિત જાતિ સમાજના અતિ પછાત એવી ગુરુ બ્રાહ્મણ સમાજના શૈક્ષણિક અને સામાજિક વિકાસ માટે પાટનગર ગાંધીનગર માં સમાજ ભવન માટે ૧૯ વર્ષ પહેલાં નિવૃત્ત ઈન્કમટેક્ષ અધિકારી બી.કે.શ્રીમાળી (આઈ.આર.એસ.) અને નિવૃત ડી.આઇ.જી એ.કે.પંડ્યા (આઈ. પી.એસ.) દ્વારા પ્રિમીયમ ફી રૂ.૭ લાખ ૩૮ હજાર જમા કરાવી હતી
જેનાં ફળસ્વરૂપે સરકારએ તાજેતરમાં ગુરુ બ્રાહ્મણ સમાજના શૈક્ષણિક અને સામાજિક વિકાસ માટે પાટનગર ગાંધીનગર માં સમાજ ભવન માટે જમીન ફાળવવાની મંજૂરી આપી છે
આ પ્રસંગે અનુસૂચિત જાતિ સમાજના તમામ વર્ગના જાહેર બિનરાજકીય સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા આ મહાનુભાવોનો જાહેર અભિવાદન કાર્યક્રમના ભાગરૂપે “સાકર તુલા” અભિવાદન ડૉ.બાબાસાહેબ આંબેડકર હોલ પાટણ ખાતે અમદાવાદ પશ્ચિમ લોકસભાના પૂર્વ સાંસદ ડૉ.કિરીટભાઈ સોલંકીના અધ્યક્ષસ્થાને રાખવામાં આવેલ હતો.
ઉડાન સંસ્થા,નવી દિલ્હીના રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી અને પુર્વ ડીરેકટર, ડો.આંબેડકર અંત્યોદય વિકાસ નિગમ, ગુજરાત સરકાર, ગાંધીનગરના ડિરેક્ટર અરૂણકુમાર સાધુ એ ઉપસ્થિત મહેમાનોને આવકારી સ્વાગત પ્રવચન કર્યું હતું. ડૉ. બાબાસાહેબ આંબેડકરના તૈલચિત્રને પુષ્પાંજલી અર્પણ દીપ પ્રગટાવી કાર્યક્રમ ખુલ્લો મુકવામાં આવ્યો હતો.
આ પ્રસંગે બી. કે.શ્રીમાળી અને એ.કે.પંડ્યા એ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે રાજ્ય સરકારે જમીન ફાળવી છે પરંતુ આ જમીન ઉપર સમાજ ભવનનું ભવ્ય નિર્માણ થાય તે માટે સમાજના લોકો ભામાશા બની યોગદાન આપે તે માટે અપીલ કરી હતી તેઓની સાકર તુલા કરી ભવ્ય સન્માન અભિવાદન સમારોહ યોજવા બદલ ગુરુ બ્રાહ્મણ સમાજ સહિત સમગ્ર પાટણ જિલ્લાના દલિત આદિવાસી સમાજના આગેવાનો, કાર્યકરો, સંગઠનોના પદાધિકારીઓનો આભાર વ્યક્ત કર્યો હતો. ડોક્ટર આંબેડકર વિકાસ નિગમના પૂર્વ ચેરમેન પ્રવીણભાઈ પંડ્યા એ પણ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું
કાર્યક્રમના અધ્યક્ષસ્થાને વીર મેઘમાયા વિશ્વ મેમોરિયલ ફાઉન્ડેશન એન્ડ રિસર્ચ સેન્ટર પાટણ સંસ્થાના ચેરમેન અને પૂર્વ સાંસદ, પૂર્વ પેનલ સ્પીકર લોકસભા ડૉ.કિરીટભાઈ સોલંકી એ ગુજરાતના પનોતા પુત્ર અને દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને રાજ્ય સરકાર પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરતા જણાવ્યું હતું વિર મેઘમાયા માટે સૌથી મોટુ કામ કર્યું હોય તો તે દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી એ કર્યું છે
પંદરમી ઓગસ્ટ ૨૦૦૩ ના દિવસે ઘ્વજ વંદન ની ઉજવણી જિલ્લા કક્ષાએ કરવાની શરૂઆત તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કરી હતી જેની શરૂઆત પાટણ થી કરી હતી ત્યારે તેઓએ વિર મેઘમાયા મંદિરે દર્શન માટે આવ્યા હતા ત્યારે તેઓએ રૂપિયા એક કરોડ પંચ્યાસી લાખનું અનુદાન વિર મેઘમાયા મંદિર અને સ્મારકના વિકાસ માટે ફાળવ્યા હતા.
ત્યારબાદ ગુજરાત સરકારે સાત કરોડ ને પાંત્રીસ લાખનું માતબર અનુદાનની ફાળવણી કરી હતી ગુજરાતના તે સમયના પાટનગર પાટણના પ્રતાપી રાજવી સિદ્ધરાજ જયસિંહે પાણી માટે એક હજાર આઠ શિવ મંદિરો સાથે સહસ્ત્રલિંગ સરોવર પાટણ ખાતે બંધાવ્યું હતું ત્યારે પાણીના આવતા સહસ્ત્રલિંગ સરોવર માં રનોડાના વણકર સમાજના બત્રીસ લક્ષણા પુરુષ વિર મેઘમાયા એ બલિદાન આપ્યું હતું
તેઓના કાર્યકાળ દરમિયાન સંસદમાં શૂન્ય કાળમાં સામાજિક સમરસતાના પ્રથમ બલિદાની મહાપુરુષ શ્રી વીર મેઘમાયાના નામ થી ટપાલ ટીકીટ બહાર પાડવા રજૂઆત કરાતાં ભારત સરકારના સંચાર મંત્રાલય દ્વારા ગુજરાતના બલિદાની સંત ‘વીર મેઘમાયા’ પર એક સ્મારક ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવેલ છે.
કેન્દ્ર અને રાજ્ય સરકારે અનુસુચિત જાતિના વિવિધ ધર્મ સ્થાનકોનો વિકાસ કર્યો છે અને અનુસુચિત જાતિના વિવિધ સમાજના ભવન માટે ગાંધીનગર ખાતે જમીન ફાળવવા બદલ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.
આ પ્રસંગે પાટણ વાડા ગુરુ બ્રાહ્મણ સમાજના વિવિધ ગોળ પરગણા મંડળોના આગેવાનો, કાર્યકરો, ગુજરાત વણકર સમાજના પ્રમુખ તરુણભાઈ સોલંકી, રવિધામ ગુજરાત અને રવિદાસીયા ધર્મ સંગઠન ના પ્રમુખ વિનોદભાઈ સોલંકી, વીર મેઘ માયા મંદિર ટ્રસ્ટના પ્રમુખ મુકેશભાઈ સોલંકી, નવ સર્જન ટ્રસ્ટના પ્રમુખ નરેન્દ્રભાઈ પરમાર, સંકલ્પ સંસ્થાના પ્રમુખ રાજેન્દ્રભાઈ હિરવાણીયા, ઉન્નતિ ફાઉન્ડેશનના પ્રમુખ પરેશભાઈ મકવાણા, પાટણ જિલ્લા ગુરુ રવિદાસ વિશ્વ મહાપીઠ પ્રમુખ નીતિન ચૌહાણ, સદભાવ યુવા વિકાસ ટ્રસ્ટના પ્રમુખ આનંદ ચૌહાણ, એકલવ્ય જનસેવા ટ્રસ્ટના પ્રમુખ સુનિલભાઈ ભીલ, પાટણ શહેર વાલ્મિકી ટ્રસ્ટ પ્રમુખ કિશોરભાઈ, રાજુભાઈ, પનાહ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ મૌલિક મેતીયા, ગણપતિ યુવક મંડળ દુઃખવાડાના પ્રમુખ મેહુલ સોલંકી, ડૉ.આંબેડકર યુવા સંગઠન, મોટીસરાના પ્રમુખ ચેતનભાઇ સાલવી, રાધનપુર શહેર દલિત સમાજના પ્રમુખ બંકિમચંદ્ર મકવાણા, વઢિયાર પંથક દલિત સમાજના પ્રમુખ ભીખાભાઇ પરમાર, પાટણ જિલ્લા તુરી બારોટ સમાજના યુવા આગેવાનો મયુરભાઈ ચૌહાણ, કરશનભાઈ બારોટ સહિત વિવિધ દલિત આદિવાસી સંસ્થાઓના પ્રમુખ મંત્રી અને સામાજિક અને રાજકીય આગેવાનો સહિત વિવિધ જિલ્લા માંથી ગુરુ બ્રાહ્મણ સમાજના સામાજિક આગેવાનો, કાર્યકરો ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી મહાનુભાવોનું સન્માન કર્યું હતું.