ભાવનગર તા.૧૩/૪/૨૦૨૫
ઇન્ટરનેશનલ હિન્દુ યુનિવર્સિટી, યુએસએ ના ડીરેક્ટર અને ડિન તરીકે સેવા આપતા અને જેમની કર્મભૂમિ ભાવનગર રહી છે તેવા ડૉ. એસ.ટી. રાજન અગાઉ સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરીન રીસર્ચ ઇન્ટ.ભાવનગર માં પણ ડે. ડાયરેક્ટર તરીકે સેવા આપી ચૂક્યા છે. તેઓ ૭૬ વર્ષે પણ સેવાકીય પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા હોય તેમનું કૈલાશ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ‘કૈલાશ રત્ન’થી બહુમાન કરાયું હતું. શહેરના ટોપ થ્રી સર્કલ નજીક આવેલ સ્વપ્નસૃષ્ટિ સોસાયટી ખાતે સ્વપ્નેશ્વર મહાદેવ મંદિરના પ્રાંગણમાં સન્માન કાર્યક્રમ આયોજિત કરાયો હતો.
વૈજ્ઞાનિક ડૉ. રાજન વડોદરા, ભાવનગર,ગાંધીનગર, રાજસ્થાન, ઓડીસા, જર્મની વગેરે જગ્યા પર પોતાની સેવા આપી ચુક્યા છે. સાદગી અને સરળ જીવન શૈલી સાથે તેઓ આજે પણ કાર્યરત છે. કૈલાશ ચેરીટેબલ ટ્રસ્ટ ધ્વારા ડો. રાજન અને તેમના ધર્મપત્ની જયશ્રીબેનનું બહુમાન કરાયું હતું.
ડૉ. રાજન દ્વારા સન્માન માટે આભારની લાગણી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે આ સન્માન મને રાષ્ટ્રની વધુ સેવાકાર્ય કરવાની ઉર્જા પ્રદાન કરશે.