બંધારણના નિર્માતા ભારત રત્ન ડો.બાબા સાહેબ ભીમરાવ અંબેડકરની 134મી જન્મજયંતિની પશ્ચિમ રેલવેના ભાવનગર ડિવિઝન ખાતે ભારે ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. ડો. બાબા સાહેબ ભીમરાવ અંબેડકરનો જન્મ 14 એપ્રિલ, 1891ના રોજ થયો હતો.
ભાવનગર મંડલના ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર શ્રી અતુલ કુમાર ત્રિપાઠીના જણાવ્યા અનુસાર, ભાવનગર રેલ્વે ડિવિઝન ઓફિસમાં 14મી એપ્રિલે રજા હોવાના કારણે 15મી એપ્રિલ (મંગળવાર)ના રોજ અંબેડકર જયંતિની ઉજવણી કરવામાં આવી હતી.
ડિવિઝનલ રેલવે મેનેજર શ્રી રવીશ કુમાર અને એડિશનલ ડિવિઝનલ રેલવે મેનેજર શ્રી હિમાઁશુ શર્મા, ડિવિઝનના વરિષ્ઠ અધિકારીઓ સાથે, બાબા સાહેબને યાદ કર્યા, તેમની પ્રતિમા આગળ દીપ પ્રગટાવી અને તેમને શ્રદ્ધાંજલિ આપી.
રેલવે બોર્ડની સૂચના મુજબ, મંડલના કર્મચારીઓ માટે “ડૉ. બી. આર. અંબેડકરઃ ધ આર્કિટેક્ટ ઑફ સોશિયલ જસ્ટિસ ઇન ઇન્ડિયા” વિષય પર નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય સ્થાન મેળવનારને અનુક્રમે ₹2000, ₹1500 અને ₹1000ના પુરસ્કાર આપવામાં આવ્યા હતા.
શ્રી નિકુંજ રાઠોડ (સિનિયર ક્લાર્ક, એસ્ટાબ્લિશમેન્ટ વિભાગ) એ પ્રથમ સ્થાન, શ્રી હાર્દિક ધીંગ (વરિષ્ઠ ક્લાર્ક, વાણિજ્ય વિભાગ) એ દ્વિતીય સ્થાન મેળવ્યું અને સુશ્રી માનસી યાદવ (SSE/TRD-BVP) એ તૃતીય સ્થાન મેળવ્યું. ડિવિઝનલ રેલ્વે મેનેજર શ્રી રવીશ કુમારે ઉપરોક્ત તમામને પ્રમાણપત્રો અને રોકડ ઈનામોથી સન્માનિત કર્યા હતા.
આ પ્રસંગે મંડલ કચેરીના તમામ અધિકારીઓ, તમામ યુનિયનોના હોદ્દેદારો અને કર્મચારીઓએ એક પછી એક શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આ કાર્યક્રમનું આયોજન વરિષ્ઠ કાર્મિક અધિકારી શ્રી હૂબલાલ જગનની સૂચના મુજબ કાર્મિક વિભાગ દ્વારા કરવામાં આવ્યું હતું.