Latest

પૂર્વ કલેકટર અરવિંદ વિજ્યનના વિદાયમાન કાર્યક્રમ બાદ પાટણ ખાતે નવનિયુક્ત કલેકટર તુષારકુમાર ભટ્ટે કાર્યભાર સંભાળ્યો..

પાટણ: એ.આર, એબીએનએસ : જિલ્લા કલેક્ટર તરીકે પ્રશંસનીય કામગીરી બજાવી વિદાય લઇ રહેલા અરવિંદ વિજયને હૂંફાળું વિદાય માન આપવા તેમજ પાટણ જિલ્લા કલેકટર તરીકે નવનિયુક્ત થયેલા કલેકટર તુષાર ભટ્ટને સત્કારવા માટેનો કાર્યક્રમ પાટણ કલેકટર કચેરી ખાતે યોજાયો હતો..

જે કાર્યક્રમ અંતર્ગત જિલ્લા વિકાસ અધિકારી સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે અધિકારીઓએ પાટણ જિલ્લાના વિકાસમાં તેમજ જિલ્લાના પ્રાણ પ્રશ્નોને નિવારવામાં અગ્રેસર રહી કામ કરનાર કલેકટર અરવિંદ વિજયન સાથે કરેલા કામોને વાગોળી તેઓને હુંફાળું વિદાયમાન આપી ભેટ સોગાદો અર્પણ કરી શુભેચ્છાઓ પાઠવી હતી.

અરવિંદ વિજયને પાટણ જિલ્લા કલેકટર તરીકે ૦૩/૦૪/૨૦૨૩ ના રોજ હોદ્દો ગ્રહણ કર્યો હતો. તેમના કાર્યકાળ દરમિયાન તેમની વહીવટી દક્ષતા, સરળ સ્વભાવ અને પારદર્શક વહીવટને કારણે પાટણ જિલ્લામાં વિકાસના અનેક કામો થયા છે. તેમજ વહીવટી તંત્રની સાથે સાથે લોકોમાં પણ અનોખી લોકચાહના મેળવી હતી. રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં તેમને બેસ્ટ જિલ્લા ચુંટણી અધિકારીનો એવોર્ડ આપી સન્માન કરવામાં આવ્યું હતું.

તેમની નવી નિમણૂક મેનેજિંગ ડિરેકટર તરીકે ગુજરાત ઇન્ફોર્મેટિક્સ લિમિટેડ, (GIL) ગાંધીનગર ખાતે કરવામાં આવી છે. કલેકટર અરવિંદ વિજયન ની વિદાય સાથે નવનિયુક્ત જિલ્લા કલેકટર તુષાર કુમાર ભટ્ટને આવકારવામાં આવ્યા હતા.અને તેમણે પાટણ જિલ્લા કલેકટર તરીકે વિધિવત કાર્યભાર સંભાળ્યો હતો. તુષાર ભટ્ટ ગુજરાત ઇન્ફોર્મેટિક્સ લિમિટેડ, ગાંધીનગરમાં મેનેજિંગ ડિરેક્ટર તરીકે ફરજ બજાવતા હતા.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

‘મિશન કામયાબ’ સાથે સફળતાની નવી ઉડાન: પદ્મશ્રી આનંદ કુમારે સરદાર પટેલ સ્કૂલના વિદ્યાર્થીઓમાં જગાવી સફળતાની જ્યોત

સરદાર પટેલ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ ખાતે વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય અને શૈક્ષણિક…

સાવરકુંડલા લીલીયા વિધાનસભાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાએ નાગરિક સહકારી બેંકની નવી ટીમને શુભેચ્છાઓ પાઠવી

સાવરકુંડલા: સાવરકુંડલા નાગરિક સહકારી બેંકની ચૂંટણીમાં વિજયી બનેલી નવ નિયુક્ત…

અમૃત સમાન જળ: મઘા નક્ષત્રનું વરસાદી પાણી,આસ્થા સાથે જળસંચયની પરંપરા.– વૈધ મહેન્દ્રસિંહ સરવૈયા

ભાવનગર સહિત ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારતીય સંસ્કૃતિ અને પરંપરામાં નક્ષત્રોનું…

જામનગરના ઐતિહાસિક સ્થળ ભૂચરમોરી ખાતે જામનગર જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની આન…બાન…શાન સાથે ઉજવણી કરાઈ

જામનગર, સંજીવ રાજપૂત, એબીએનએસ: જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકામાં આવેલ ઐતિહાસિક…

અમરેલી ખાતે મુખ્યમંત્રીની ગરિમામયી ઉપસ્થિતિમાં ૮૦મા સ્વતંત્રતા દિવસની રાજ્યકક્ષાની ભવ્ય ઉજવણી સંપન્ન

અમરેલી, સંજીવ રાજપૂત, એબીએનએસ: ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની અમરેલી ખાતે રાજ્ય કક્ષાની…

1 of 142

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *