પાટણ: એ.આર,એબીએનએસ : પાટણ જીલ્લાના સાંતલપુર તાલુકાના ઝઝામ સેજાના ડાલડી આંગણવાડી કેન્દ્ર મુકામે સીડીપીઓ પટેલ અમિષાબેન તેમજ પી.એસ.ઈ ઠક્કર કૈલાસબેન મહેન્દ્રભાઈ ની વિશેષ ઉપસ્થિતિમાં અન્નપ્રાશન તેમજ બાલ દિવસ ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
અન્નપ્રાશન સી.ડી.પી.ઓના વરદ હસ્તે અન્નપ્રાશન , બાળ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ઘટક દાળ દૂધની ખીર તેમજ છૂંદેલા ચીકુ દ્વારા અન્ન પ્રાસન કરવામાં આવ્યું હતું તેમજ અન્નપ્રાસન ના બંને લાભાર્થીની વાટકી ચમચી રૂમાલ અને ઘૂઘરો સહિતની ચીજ વસ્તુઓ આપવામાં આવી હતી.
તેમજ બાલ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. પ્રવૃત્તિમાં ફળનું અભિનય ગીત ફળની કીટ દ્વારા ફળ પરિચયની પ્રવૃત્તિ તેમજ બાળકના પંજા દ્વારા છાપકામની પ્રવૃત્તિ કરાવવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં ત્રણથી છ વર્ષના વાલી ઉપસ્થિત રહ્યા હતા.
તેમજ વાલી મીટીંગ કરવામાં આવી જેમાં દરેક બાળકોને નિયમિત સમય સર યુનિફોર્મ પહેરાવી આંગણવાડી કેન્દ્રમાં મોકલવા તેમજ સેટકોમ કાર્યક્રમ જોઈ લાઈક કરવા ડિજિટલ કેલેન્ડર મુજબની પ્રવૃત્તિ ઘેર વિશેની સમજ રમતગમત ભાગ ૧- ૨ ચિત્રપોથી ની પ્રવૃત્તિ ની સમજ 17 થીમ ટી.એલ.એમ .પ્રદર્શન તેમજ પોર્ટફોલિયા તેમજ પ્રી સ્કૂલ કીટ પ્રદર્શન ગોઠવવામાં આવ્યું હતું.
કાર્યક્રમ અંતર્ગત દરેક વાલીએ પ્રદર્શન નિહાળ્યું હતું અને મારી વિકાસયાત્રા પણ વાલીને બતાવવામાં આવી હતી તેમજ ખૂબ જ સુંદર રીતે બાળ દિવસ તેમજ અન્ન પ્રાસન દિવસની ઉજવણી કરવામાં આવી હતી.