Latest

પ્રભારી મંત્રીશ્રી પ્રફુલભાઇ પાનશેરીયાના અધ્યક્ષસ્થાને વર્ષ ૨૦૨૫-૨૬ની કચ્છ જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઇ

આયોજન મંડળની બેઠકમાં કચ્છ જિલ્લાના રૂ.૧૩૪૫ લાખના ૫૩૯ વિકાસ કામોને બહાલી અપાઇ

પ્રભારીમંત્રીશ્રી દ્વારા ગ્રાન્ટ પડતર ન રહે તે રીતે બાકી કામો તથા નવા કામો ગુણવત્તાયુકત તથા સમયમર્યાદામાં પૂર્ણ કરવા તાકીદ કરાઇ

આજરોજ કચ્છ જિલ્લા પ્રભારીમંત્રીશ્રી તેમજ પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ, ઉચ્ચ શિક્ષણ રાજ્યમંત્રીશ્રી પ્રફુલભાઇ પાનશેરીયાના અધ્યક્ષસ્થાને વર્ષ ૨૦૨૫-૨૦૨૬ જિલ્લા આયોજન મંડળની બેઠક કલેક્ટર કચેરી ખાતે યોજાઇ હતી.

જેમાં પ્રભારી મંત્રીશ્રીએ બાકી કામો તથા નવા આયોજનના કામોને સમયમર્યાદામાં ગુણવત્તાયુકત તેમજ સ્થાનિક પદાધિકારી તથા ધારાસભ્યો સાથે સંકલન સાધીને પૂર્ણ કરવા તાકીદ કરી હતી. વધુમાં તેમણે સંકલન તથા સમતોલ વિકાસ કરવા તેમજ છેવાડાના ગામ સુધી સરકારી યોજનાનો લાભ આપવા સૂચન કર્યું હતું.

આ બેઠકમાં ૨૦૨૨-૨૩ વર્ષ થી વર્ષ ૨૦૨૪-૨૫ સુધીના મંજૂર થયેલા, શરૂ ન થયેલા અને  પ્રગતિ હેઠળના તમામ કામોની સમીક્ષા કરવામાં આવી હતી. તેમજ વર્ષ ૨૦૨૫-૨૬ના દરખાસ્તમાં મુકાયેલી જોગવાઈના કુલ રૂ.૧૩૪૫ લાખના કુલ- ૫૩૯ વિકાસના કામો મંજૂર કરવામાં આવ્યા હતા.

જેમાં ગુજરાત રાજ્ય સામાન્ય વહીવટ વિભાગ, ગાંધીનગર તરફથી ફાળવવામાં આવતી વિકેન્દ્રિત જિલ્લા આયોજન હેઠળની ગ્રાન્ટમાંથી ગ્રામ્ય વિસ્તારમાં ન્યૂનતમ જરૂરિયાતના કામો જેવા કે, ગ્રામ્ય એપ્રોચ રોડ નગરપાલિકાના રસ્તા, પ્રાથમિક શાળાના ઓરડા તેમજ કમ્પાઉન્ડ વોલ, મધ્યાન ભોજન યોજનાના શેડ, શૌચાલય બ્લોક, પ્રાથમિક આરોગ્યના કામો, પાણી પુરવઠાના બોર પાઇપલાઇનના કામો, ગ્રામ્ય વીજળીકરણના કામો, આંગણવાડીના કામો તેમજ ગટર વ્યવસ્થાના કામો વગેરે મંજૂર કરવામાં આવે છે. ઉપરાંત વનીકરણ, ખેતી વિકાસ, ભૂમિ સંરક્ષણ, પશુપાલન, દવાખાનના કામો તેમજ અન્ય સ્થાનિક વિકાસના કામો મંજૂર કરવામાં આવ્યા છે.

આ કામો બાબતે સાંસદશ્રી વિનોદભાઇ ચાવડા, જિલ્લા પંચાયત પ્રમુખ તેમજ આયોજન મંડળના ઉપાધ્યક્ષશ્રી જનકસિંહ જાડેજા તેમજ ધારાસભ્ય સર્વશ્રી કેશુભાઇ પટેલ, શ્રી વિરેન્દ્રસિંહ જાડેજા, શ્રીમતી માલતીબેન મહેશ્વરી, પ્રદ્યુમનસિંહ જાડેજા, શ્રીત્રિકમભાઇ છાંગા, તેમજ નગરપાલિકાના પ્રમુખશ્રીઓ, તાલુકા પંચાયત પ્રમુખશ્રીઓ, જિલ્લા પંચાયત સામાજિક ન્યાય સમિતિના ચેરમેનશ્રી કુંવરબેન મહેશ્વરી અને અગ્રણી જનપ્રતિનિધિઓએ મંજૂર થયેલા કામો નિયત સમય મર્યાદામાં પૂર્ણ કરવા રજૂઆતો કરી હતી.

પ્રભારી મંત્રીશ્રી પ્રફુલભાઇ પાનશેરીયાએ સબંધિત અમલીકરણ અધિકારીઓ પાસેથી આ કામો અંગે વર્તમાન સ્થિતિ જાણી કામો ત્વરીત પૂર્ણ કરવા સૂચના આપી હતી. પ્રગતિ હેઠળના આ કામો ઝડપભેર પૂર્ણ કરવા કલેકટરશ્રી આનંદ પટેલે સૂચના આપી હતી .

આ વિકાસ કામો અંગે આયોજન અધિકારીશ્રી જે.સી.રાવલે વિસ્તૃત માહિતી રજૂ કરી હતી. જે પૈકી ૧૫ ટકા વિવેકાધીન તેમજ ૫ ટકા પ્રોત્સાહક હેઠળ વર્ષ ૨૦૨૫-૨૬માં મળનાર ગ્રાન્ટ માટે જિલ્લાની તમામ તાલુકા આયોજન સમિતિઓ દ્વારા દરખાસ્તો રજૂ થયેલ હતી. આજની જિલ્લા આયોજન મંડળ કચ્છની બેઠકમાં રૂા.૧૩૪૫ લાખના કુલ- ૫૩૯ કામો મંજૂર કરવામાં આવ્યા હતા. જે પૈકી તાલુકાવાર મંજૂર કરવામાં આવેલ આયોજનની વિગતો નીચે પ્રમાણે છે.

ભચાઉના ૫૦ કામ રૂ.૧૨૫ લાખના, અંજારના ૫૦ કામ રૂ.૧૨૫ લાખના, ગાંધીધામમાં ૨૭ કામ રૂ. ૧૦૦ લાખના, રાપરમાં ૬૦ કામ રૂ.૧૨૫ લાખના, મુંદરામાં ૪૨ કામ રૂ.૧૨૫ લાખના, નખત્રાણામાં ૯૪ કામ રૂ.૧૫૦ લાખના, ભુજમાં ૬૨ કામ રૂ. ૧૫૦ લાખના, અબડાસામાં ૭૪ કામ રૂ.૧૪૭.૫૦ લાખના અને માંડવીના ૫૬ કામ રૂ.૧૨૨.૫૦ લાખના થઇ ૧૫ ટકા વિવેકાધિન ગ્રાન્ટના કુલ રૂપિયા ૧૧૭૦ લાખના ૫૧૫ કામો મંજૂર કરવામાં આવ્યા છે.

આ સાથે જિલ્લાની તમામ નગરપાલિકાના પ્રતિ નગરપાલિકા દીઠ રૂ.૨૫ લાખ લેખે સાત નગરપાલિકાના રૂ.૧૭૫ લાખના કુલ ૨૪ કામો મંજૂર કરવામાં આવ્યા. રાજ્ય સરકાર તરફથી મળતી બક્ષીપંચની ગ્રાન્ટમાંથી રૂ..૫૦ લાખના કુલ ૨૧ કામો મંજૂર કરવામાં આવ્યા હતા. આ સાથે સામાજિક શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉત્કર્ષ માટેની ખાસ યોજના હેઠળ રૂ.૫૦ લાખના ખર્ચે રજૂ થયેલા ૪૫ કામ મંજૂર કરાયા હતા.

આ બેઠકમાં અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી ઉત્સવ ગૌતમ, પશ્ચિમ કચ્છ એસ.પીશ્રી વિકાસ સુંડા, પૂર્વ કચ્છ એસ.પીશ્રી સાગર બાગમાર, ગાંધીધામ મ્યુનિસિપલ કમિશ્નરશ્રી મિતેશ પંડયા, નિવાસી અધિક કલેકટરશ્રી ડી.પી.ચૌહાણ, ડીઆરડીએના ડાયરેકટરશ્રી નિકુંજ પરીખ, સામાન્ય વહિવટ વિભાગ ગાંધીનગર તરફથી નિરીક્ષકશ્રી વી.બી.વેદી, પ્રાંત અધિકારીશ્રીઓ, સબંધિત અમલીકરણ અધિકારીશ્રીઓ, તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ અને જિલ્લા આયોજન કચેરીના કર્મયોગીઓ વગેરે ઉપસ્થિત રહયા હતા.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ત્રણ કરોડના ખર્ચે સંત શ્રી ત્રિકમ સાહેબ ધર્મસ્થાનક ચિત્રોડ નિર્માણ કાર્યની કામગીરી અંતિમ તબક્કામાં

કચ્છ, સંજીવ રાજપૂત: કચ્છ જિલ્લાના રાપર તાલુકાના કંડલા પાલનપુર નેશનલ હાઇવે રોડ પર…

પાટણ માર્કેટ યાર્ડમાં વિવિધ જણશોની બંમ્પર આવક સાથે તમાકુયાડૅમાં પણ ૪૦ હજારથી વધુ બોરીઓની આવક થઈ

પાટણ: એ.આર,એબીએનએસ : રવિવાર સહિત તહેવારોની રજા મળી ત્રણેક દિવસ બાદ મંગળવારે શરૂ…

1 of 592

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *