પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર, ભાવનગર રેન્જ, ભાવનગર તથા પોલીસ અધિક્ષક શ્રી ડો.હર્ષદ પટેલ ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ.શ્રી એ.આર.વાળા તથા પોલીસ ઇન્સ શ્રી પી.બી.જેબલીયા તથા એલ.સી.બી. સ્ટાફના અધિકારી/ માણસોને ભાવનગર શહેર-ગ્રામ્ય વિસ્તારમાંથી દારૂ/જુગારની પ્રવ્રૃતિ નેસ્તનાબુત કરવા સુચના આપેલ.
આજરોજ તા.૨૨/૦૪/૨૦૨૫ ભાવનગર, એલ.સી.બી./પેરોલ ફર્લો સ્કવોડનાં પોલીસ સ્ટાફના માણસો ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં. તે દરમ્યાન પોલીસ સ્ટાફ ને બાતમીરાહે હકિકત મળેલ કે, “જયેશભાઇ વલ્લભભાઇ રાઠોડ રહે.દેસાઇનગર, ભાવનગર વાળો સફેદ કલરની મારૂતી સુઝુકી બ્રેજા ફોર વ્હીલ ગાડી રજી.નં.RJ-04-CC-5051 માં ગેર કાયદેસર ભારતીય બનાવટનો પરપ્રાંતીય ઇંગ્લીશ દારૂનો જથ્થો ભરી વેંચાણ માટે લાવેલ છે. અને તે દારૂ ભરેલ ફોર વ્હીલ ગાડી લઇ મીણબતી સર્કલ થી વિધ્યાનગર જવાના રસ્તે, બી.પી.ટી.આઇ.ના કંન્ડમ કવાર્ટરની દીવાલ પાસે ઉભો છે. અને તે જગ્યાએ ગાડીમાંથી દારૂ કટીંગ કરવાનો છે.” જે હકિકત આધારે બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતાં ઇસમ હાજર મળી આવેલ નહીં અને ફોર વ્હીલ ગાડીમાં તપાસ કરતાં નીચે મુજબનો ભારતીય બનાવટના ઇગ્લીંશ દારૂ-બિયરનો જથ્થો મળી આવેલ. તેના વિરૂધ્ધ નિલમબાગ પોલીસ સ્ટેશનમાં પ્રોહીબિશનની કલમો હેઠળ ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.
આરોપી: -જયેશભાઇ વલ્લભભાઇ રાઠોડ રહે.દેસાઇનગર, ભાવનગર (પકડવાનો બાકી.)
કબ્જે કરેલ મુદ્દામાલ: –
1. OFFICER’S CHOICE CLASSIC WHISKY 750 ML ની બોટલો નંગ-૫૦ કિ.રૂ.૨૨,૭૫૦/-
2. WHITE LACE VODKA ORANGE FLAVOUR 180 ML ની બોટલો નંગ-૧૧૦૨ કિ.રૂ.૯૬,૯૭૬/-
3. KINGFISHER SUPER STRONG PREMIUM BEER 500 ML ની બોટલો નંગ-૪૮ કિ.રૂ.૬૦૦૦/-
4. સફેદ કલરની મારૂતિ સુઝુકી કંપનીની બ્રેજા ફોર વ્હીલ રજી.નં. RJ-04-CC-5051 કિ.રૂ.૭,૦૦,૦૦૦/- સહીત મળી કુલ કિ.રૂ.- ૮,૨૫,૭૨૬/- નો પ્રોહી. મુદ્દામાલ.
આ કામગીરીમાં પોલીસ ઇન્સ.શ્રી એ.આર.વાળા, પોલીસ ઇન્સ.શ્રી પી.બી.જેબલીયા, સ્ટાફના અરવિંદભાઇ મકવાણા, ભૈયપાલસિંહ ચુડાસમા, ચંદ્રસિંહ વાળા, અલ્ફાઝભાઇ વોરા જોડાયાં હતાં