અમદાવાદ, સંજીબ રાજપૂત: S.D.M ( Student Development Movement) દ્વારા પોલીસ કોન્સ્ટેબલ તથા સ્પર્ધાત્મક પરીક્ષા સેમિનારનું અસ્મિતા ભવન સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે યોજાયેલ હતો.
જેમાં મુખ્ય માર્ગદર્શકો સફીન હસન આઈપીએસ પી.બી પટણી, આઈએએસ રીટાયર્ડ, બકુલ પટેલ, મેથ્સ તથા રીઝનીંગ, સામંત ગઢવી એન્જલ એકેડમી દ્વારા ખૂબ જ સુંદર અને પરીક્ષાલક્ષી માર્ગદર્શન પૂરું પાડેલ. સમગ્ર પ્રોગામની રૂપરેખા તેમજ પ્રસ્તાવના SDM નાં પ્રમુખ વિજય ભાઈ પટણી (એડી. કલેક્ટર ) દ્વારા રજુ કરવામાં આવેલ.
સ્પર્ધકોને પરીક્ષાની તૈયારી કરવામાં મૂંઝવતા પ્રશ્નોનો ખૂબ જ સુંદર માર્ગદર્શન આપેલ બકુલ પટેલ, એ મેથ્સ તથા રીઝનીંગની ઊંડી સમજ આપેલ હતી. સામંત ગઢવી દ્વારા સ્પર્ધકો અને પરીક્ષાલક્ષી માર્ગદર્શન પૂરું પાડે હતું. પી.બી પટણી દ્વારા પણ સ્પર્ધકોને મોટીવેશન પૂરું પાડેલ છે.
આ સેમિનારનો લાભ 663 સ્પર્ધકોએ લીધો હતો આમ પોલીસ કોન્સ્ટેબલ તથા અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓ અંગે ખૂબ જ સુંદર માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. અહીં જ્યોતિબેન માનવાલાનું પણ સન્માન કરવામાં આવેલ હતું જેઓ દ્વારા તાજેતર માં ખુબ સુંદર પુસ્તક કૃષ્ણ જ્યોતિનું વિમોચન કરેલ છે.
તાજેતરમાં વિશાલભાઈ પટણી જેઓ રીક્ષા ડ્રાઈવર છે તેમના દ્વારા મુસાફરનો કિંમતી સામાન પરત કરેલ ઈમાનદારીનું ઉત્તમ કાર્ય કરેલ તેઓનું પણ સન્માન કરેલ હતું. ઉપરાંત સમાજનાં 11 પોલીસ કોન્સ્ટેબલ પાસ થયેલ તેઓનું પણ SDM નાં મંચ પરથી સન્માન કરવાં આવેલ હતું. પ્રોગ્રામનાં અંતે રણજિતભાઈ દ્વારા આભારવિધિ કરવામાં આવેલ હતી.