અંબાજી આઠ નંબરમાં રહેતા અને અંબાજી મંદિરમાં છેલ્લા ઘણા વર્ષથી હોમગાર્ડ તરીકે ફરજ બજાવતા લક્ષ્મીબહેનનું ગત રાત્રીએ રાજસ્થાનના જોધપુર પાસે ગાડી પલટી જવાથી અકસ્માતમાં મોત થયું છે. ત્રણથી વધુ લોકોને નાની મોટી ઈજા થઈ છે. લક્ષ્મીબહેનને ગાડીના કાચ વાગવાથી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા
ભૂતકાળમાં અંબાજી ગ્રામ પંચાયતની સરપંચની ચૂંટણીમાં પણ તેઓએ ઉમેદવારી નોંધાવી હતી. અંબાજી મંદિરમાં મહિલા હોમગાર્ડ તરીકે ફરજ બજાવતા હતા અને સ્વભાવે સરળ અને સૌમ્ય હતા. રાજસ્થાનના રણુજા દર્શન કરવા જતા રસ્તામાં અકસ્માત થયો હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે.
સુરસાગર પોલીસ સ્ટેશન દ્વારા અકસ્માત નો ગુનો નોંધીને વધુ તપાસ રાજસ્થાન પોલીસ ચલાવી રહી છે. નારવા ગામ પાસે અકસ્માત થયો હોવાનું જાણવા મળ્યું છે. રાજસ્થાન પોલીસથી મળતી માહિતી પ્રમાણે ગાડીનું ટાયર ફાટવાથી અકસ્માત થયો હતો અને ગાડી પલટી ગઈ હતી. બપોરે 12:00 કલાકે ખાતે તેમના પાર્થિવ શરીરને લાવવામાં આવશે.
રિપોર્ટર પ્રહલાદ પૂજારી,અંબાજી