પાટણ, એ.આર. એબીએનએસ, પાટણ જીલ્લાના સમી તાલુકાના અદગામ ગામ ખાતે રહેતાં સગર્ભાબેન ને પ્રુસુતી ની પીડા ઉપડતાજ રાજનભાઈ એ 108 માં કોલ કર્યો હતો.
આ કોલ બાસ્પા 108 EMRI ગ્રીન હેલ્થ સર્વિસ ની ટિમ ને મળતા ત્યાં ના કર્મચારી ઓ ઇએમટી ગણપતભાઈ ઠાકોર અને પાઈલોટ ઇમરાન ખાન તરત જ 108 એમ્બ્યુલન્સ સાથે ઘટના સ્થળ પર પહોંચ્યા હતાં. જ્યાંથી પેસન્ટ ને લઇને રાધનપુર ની સરકારી હોસ્પિટલ રેફરલ હોસ્પિટલ રાધનપુર જવા નીકળ્યા હતા.
જ્યાં ગોતરકા નજીક પહોંચતા સગર્ભા ની પરિસ્થિતિ ગંભીર જણાઈ આવતા સમયનો અભાવ હોય ડિલિવરી કરાવી પડે તેમ હતી. આથી ઇએમટી દ્વારા અમદાવાદ ખાતેના 108 ના ઇમરર્જન્સી ercp ડોક્ટર રુદ્રેશ સર ને કોલ કરી તેમની નિષ્ણાત ની સલાહ લીધી હતી. બાળક ના ગળા માં નાળ વિંટળાઈ હતી તેને સરકાવી ને ક્લેમ્પ કરીને 108 એમ્બ્યુલન્સ માં ઉપલબ્ધ ડીલીવરી ના સાધનો ડિલિવરી કીટ તથા ટેકનીક નો ઊપયોગ કરીને એમ્બ્યુલન્સ માં જ સફળતા પુર્વક બાળક નો જન્મ કરાવવામાં આવ્યો હતો.
તથા વધુ સારવારર્થે માતા અને બાળક ને SDH રાધનપુર માં ખસેડવામાં આવ્યા હતા. બાળકી નો જન્મ થતા પરિવાર માં હર્ષ ની લાગણી ફેલાઈ હતી. આમ 108 એમ્બ્યુલન્સ દ્વારા કટોકટી ના સમયે જરાપણ વિલંબ કર્યા વગર ડિલિવરી કરાવતા માતા અને બાળક નો અમૂલ્ય જીવ મુશ્કેલી માં મુકતા બચી ગયેલ હતો. પ્રોગ્રામ મેનેજર બળદેવ રબારી અને EME નરેશ પટેલ સર દ્રારા ટીમ ની પ્રશનીય કામગીરી બદલ બિરદાવવા માં આવ્યા હતા.