પાટણ, એબીએનએસ: પાટણ જીલ્લાના હારીજ તાલુકાના બોરતવાડા ગામ ખાતે આવેલ કેસર કેરી ફાર્મની દાંતીવાડા યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો એમ.એ તુવેર સર અધિકારીઓ સાથેની ટિમ દ્વારા બોરતવાડાના ખેડૂત ચૌધરી મહેશભાઈના પાઘડી ફાર્મ પર પ્રાકૃતિક ગાય આધારિત કેસર કેરીના આંબાના ફાર્મની મુલાકાત લઈ ગાય આધારિત ખેતી વિશે જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
તેમજ ફાર્મ મલિક દ્વારા હારીજ તાલુકામાં સૌ પ્રથમ વખત ગાય આધારિત આંબાની ખેતીની જાળવણીને લઈ મહેશભાઈને અભિનંદન પાઠવ્યા હતા તેમજ પધારેલ અધિકારીઓ સહિત ટીમનું મહેશભાઈ ચૌધરી દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.