Latest

ગુણવત્તા યાત્રા અંતર્ગત જામનગર ફેક્ટરી અસોસિએશન ખાતે ઉદ્યોગકારો માટે વર્કશોપનું આયોજન કરાયું

જામનગર સંજીવ રાજપૂત: ગુજરાતની એમએસએમઈ ઈકોસિસ્ટમને મજબૂત બનાવવાની દિશામાં એક નિર્ણાયક પગલું ભરતી ગુણવતા યાત્રા જામનગર પહોંચી હતી. જેને લઈને જામનગર ફેક્ટરી અસોસિએશન, શંકર ટેકરી ખાતે ઉદ્યોગકારો માટે વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ વર્કશોપમાં જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, જામનગરના મદદનીશ ઉદ્યોગ કમિશનર અને જનરલ મેનેજર પી.બી. પટેલ દ્વારા ગુણવત્તા યાત્રાના ઉદ્દેશ વિષે માહિતી આપવામાં આવી હતી. ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના સલાહકાર શ્રી જગત પટેલ દ્વારાહેલ્થકેર, એજ્યુકેશન અને એનએબીએલ એક્રેડિટેશન જેવા ક્ષેત્રોમાં ક્વોલિટી કાઉન્સિલ ઑફ ઇન્ડિયા દ્વારા સ્થાપિત ગુણવત્તા વ્યવસ્થા અને પ્રક્રિયાઓ અને તેના લાભો વિષે માહિતી આપવામાં આવી હતી.

ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધિકારી જી.બી.ભટ્ટ દ્વારા પર્યાવરણ નિયમન અને તેનું પાલન વિષય પર, શ્રમ અધિકારી ડી. ધ્વનિ ડી.રામી દ્વારા શ્રમ નિયમોનું પાલન જેવા વિષયો પર માહિતી આપવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે, ગુણવત્તા યાત્રા રાજ્યભરમાં આશરે ૫૫ દિવસ સુધી ૨૩ જિલ્લાઓમાં ચાલુ રહેશે. યાત્રાના માધ્યમથી સમગ્ર ગુજરાતના ઉદ્યોગોમાં ગુણવત્તા અને ઉત્કૃષ્ટતા પ્રત્યેની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવવામાં આવશે.

આ યાત્રાથી રાજ્યભરના એમએસએમઇને ઝેડઇડી, આઇએસઓ અને લીન અને એનએબીએલ એક્રેડિટેશન જેવી યોજનાઓ અને પ્રમાણપત્રોને પ્રોત્સાહન મળશે અને તેમને વિકસિત ગુજરાત વિકસિત ભારત ૨૦૪૭ માટે સક્ષમ બનાવશે.

આ વર્કશોપમાં જામનગર ફેક્ટરી ઓનર્સ એસોસિએશનના પ્રમુખ લાખાભાઈ કેશવાલા, એનબીક્યુપી-વોલિટી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા (ક્યુસીઆઈ)ના ટેકનીકલ એક્સપર્ટ શ્રી હિરેન વ્યાસ, ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના એફએસઓ એન એમ પરમાર, ડીસ્ટ્રીક્ટ ઇન્ડસ્ટ્રીઝ સેન્ટરમાંથી શ્રીમતી એસ આર રાઠોડ, અધિકારીઓ. ઉદ્યોગકારો વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

છત્તીસગઢના ગ્રામીણ ક્ષેત્રના પદાધિકારી અધિકારીઓનું પ્રતિનિધિ મંડળે મુખ્યમંત્રીની લીધી મુલાકાત

ગાંધીનગર, સંજીવ રાજપૂત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મુલાકાત છત્તીસગઢ રાજ્યના…

રાજ્યપાલની પ્રેરક ઉપસ્થિતિમાં અમદાવાદ સ્થિત સાબરમતી ગુરુકુલમ્ ખાતે ‘આર્ય ઉત્સવ’ વાર્ષિક મહોત્સવ યોજાયો

અમદાવાદ, સંજીવ રાજપૂત: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે, ગુરુકુળમાં…

1 of 597

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *