આજે ધોરણ-૧૨ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉ.ઉ.બુ.પ્રવાહ, GUJCET-2025 અને સંસ્કૃત મધ્યમાની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આપ સૌ વિધાર્થીઓ પરીક્ષામાં ઉત્તીર્ણ થઈ આપના માતા પિતાનું ગૌરવ વધારશો તેવું મને વિશ્વાસ છે.
વધુમાં મંત્રી શ્રીએ ઉમેર્યું કે, જે વિધાર્થીઓ પરીક્ષામાં સફળ થયા છે તે બધા વિધાર્થીઓને અભિનંદનને પાઠવું છું પરંતુ જે વિધાર્થીઓને સફળ નથી થયા એ વિધાર્થીઓ રાજ્ય સરકાર દ્વારા બેસ્ટ ઓફ ટુ પરીક્ષા અંતર્ગત ફરીથી પરીક્ષા આપી પોતાનું સપનું પૂરું કરી શકશે અથવા વિધાર્થી જે વિષયમાં નાપાસ થયા છે એની પરીક્ષા આપી પોતાનું પરિણામ સુધારી શકશે.
વધુમાં મંત્રી શ્રીએ કહ્યું કે, કોઈ પણ વિધાર્થીને હતાશ અને ડિપ્રેશનમાં આવવાની જરૂર નથી. માતા પિતાના આપના સાચા સ્નેહી છે, એમનો ગુસ્સો આપ સૌ બાળકો આગળ વધારવા માટેનો હોય છે. આપ સૌ વિધાર્થીઓને મારી વિનંતી છે કે જે વિધાર્થીઓ નાપાસ થયા છે એ આજથી જ તૈયારી કરી પોતાનું ઉજ્જ્વળ ભવિષ્ય બનાવી શકે છે.
વધુમાં મંત્રીશ્રી એ જણાવ્યું કે, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં શિક્ષણ બોર્ડ સારી કામગીરી કરી રહ્યું છે. આ વખતે બોર્ડની પરીક્ષામાં ટ્રેકિંગના મારફતે વિધાર્થીઓને અસુવિધા ન રહે તે માટે વ્યવસ્થા કરવામાં આવી હતી. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા પરીક્ષામાં ચોરીના બનાવો બન્યા નથી તે એક શિક્ષણ વિભાગનું હકારાત્મક પાસું છે.
શિક્ષણ મંત્રી શ્રી પ્રફુલભઈ પાનશેરીયાએ જણાવ્યું કે, ઉચ્ચતર માધ્યમિક શાળાંત પ્રમાણપત્ર પરીક્ષા સામાન્ય પ્રવાહ માટે રાજ્યના 516 કેન્દ્રો ઉપર તા. 27/02/2025 થી 17/03/2025 દરમિયાન યોજાયેલ હતી.
આ પરીક્ષામાં 3,64,485 નિયમિત ઉમેદવારો નોધાયા હતા, જે પૈકી 3,62,506 પરીક્ષાર્થીઓ પરીક્ષામાં ઉપસ્થિત રહ્યા હતા તેમાંથી 3,37,387 પરીક્ષાર્થીઓ ઉત્તીર્ણ થયેલ છે. નિયમિત ઉમેદવારોનું પરિણામ 93.07 % ટકા આવેલ છે. જયારે અગાઉના વર્ષમાં ઉત્તીર્ણ ન થયા હોય તેવા પુનરાવર્તિત ઉમેદવારો તરીકે 22,710 ઉમેદવારો નોંધાયેલા હતા.
આ પરીક્ષામાં ગુજરાત સ્ટેટ ઓપન સ્કુલ (GSOS) અંતર્ગત 24,107 નિયમિત ઉમેવારો નોંધાયા હતા, જે પૈકી 22,897 પરીક્ષાર્થીઓ પરીક્ષામાં ઉપસ્થિત રહ્યા હતા તેમાંથી 12,746 પરીક્ષાર્થીઓ ઉત્તીર્ણ થયેલ છે. ગુજરાત સ્ટેટ ઓપન સ્કુલ (GSOS) અંતર્ગત નિયમિત ઉમેદવારોનું પરિણામ 55.67 % ટકા આવેલ છે. અગાઉના વર્ષમાં ઉત્તીર્ણ ન થયા હોય તેવા ગુજરાત સ્ટેટ ઓપન સ્કુલ (GSOS) અંતર્ગત પુનરાવર્તિત ઉમેદવારો તરીકે 8317 ઉમેદવારો નોધાયેલા હતા તે પૈકી 7878 ઉપસ્થિત રહ્યા હતા તેમાંથી 3369 ઉમેદવાર સફળ થયા છે. આમ ગુજરાત સ્ટેટ ઓપન સ્કુલ (GSOS) અંતર્ગત પુનરાવર્તિત ઉમેદવારોનું પરિણામ 42.76 % ટકા આવેલ છે.