પ્રિવેન્ટિવ આરોગ્ય સંભાળ તરફ એક મહત્વપૂર્ણ પગલું ભરતા, પી. એચ. સી. વાળુકડ દ્વારા “એક પગલું સારા સ્વાસ્થ્ય તરફ” નામની આરોગ્ય તપાસ પહેલ શરૂ કરી છે. આ કાર્યક્રમનો ઉદ્દેશ ટ્રક ડ્રાઈવરો અને ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ (IOCL) ના કર્મચારીઓમાં આરોગ્ય જાગૃતિ અને આરોગ્ય સમસ્યાઓનું વહેલું નિદાન કરવાનો છે. આ પહેલ હેઠળ પી. એચ. સી. વાળુકડની એક સમર્પિત તબીબી ટીમે ઊંચાઈ, વજન, BMI, બ્લડ પ્રેશર, બ્લડ સુગર, હેપેટાઇટિસ-બી, HIV, છાતીનો એક્સ-રે , CyTB અને સામાન્ય આરોગ્ય તપાસ સહિત વ્યાપક આરોગ્ય તપાસ હાથ ધરી હતી.
સ્ક્રીનીંગ ઝુંબેશ આજે સત્તાવાર રીતે શરૂ થઈ જેમાં આજે 50 વ્યક્તિઓની તપાસ કરવામાં આવી હતી જેમાં 50 એક્સ-રે, 41 CyTB પરીક્ષણો અને NAAT પરીક્ષણો 3 વ્યક્તિઓ માટે કરવામાં આવ્યા હતા. આ પહેલમાં જિલ્લા ટીબી અધિકારી ડૉ. પી.વી.રેવર અને ડીટીસી ભાવનગરની ટીમ વતી બ્રિજેશભાઈ, રાજેશભાઈ તેમજ એક સાથે રે-ટેકનીશીયન કલ્પેશભાઈ ખાસ હાજર રહ્યા હતા. જેમણે IOCL પ્લાન્ટ ખાતે હાથ ધરવામાં આવેલા સ્ક્રીનીંગમાં સક્રિયપણે ભાગ લીધો હતો. પી. એચ. સી. વાળુકડ તરફથી ડૉ.ધવલ દવે, ડૉ હર્ષદ પરમાર, વિશાલભાઈ ખુમાણ, ડિમ્પલબેન, હોમિયોપેથ ઇન્ટર્ન ડોક્ટર તેમજ નર્સિંગ સ્ટુડન્ટ ખાસ હાજર રહ્યા હતા.
ટ્રક ડ્રાઇવરો અને ઔદ્યોગિક કર્મચારીઓ ઘણીવાર પડકારજનક કાર્યકારી પરિસ્થિતિઓનો સામનો કરે છે જે તેમના સ્વાસ્થ્યને અસર કરે છે. તેમનુ સ્ક્રીનીંગ કરીને, વહેલા નિદાનને સરળ બનાવવા અને પ્રિવેન્ટિવ આરોગ્ય સંભાળની સંસ્કૃતિને પ્રોત્સાહન આપવાના હેતુ સાથે કેમ્પ યોજાયો હતો.
“એક પગલું સારા સ્વાસ્થ્ય તરફ” નો વિચાર લોકોમાં આરોગ્ય જાગૃતિ વધારવા અને સક્રિય આરોગ્ય વ્યવસ્થાપનને પ્રોત્સાહન આપવાની અપેક્ષા છે. PHC વાળુકડ તેના આઉટરીચ વિસ્તારમા આવશ્યક તબીબી સેવાઓ જેમને સૌથી વધુ જરૂર છે તેમના માટે સુલભ બને તે સુનિશ્ચિત કરવા માટે પ્રતિબદ્ધ છે.