પાટણ, એ.એઆર. એબીએનએસ. પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આસ્થા હોસ્પિટલ નો વિવાદ ચરમ સીમાએ જોવા મળી રહ્યો છે. રાધનપુરનાં કલ્યાણપુરા ગામના મહિલા દર્દીના પરિજનો હવે પાટણ સુધી પહોંચી ન્યાય મેળવવા તંત્ર પાસે રજુઆત કરતા જોવા મળી રહ્યા છે.રાધનપુરની આસ્થા હોસ્પિટલ બેદરકારીનો મામલો હાલ સમગ્ર પંથકમાં ગરમાયો છે ત્યારે પરિવાર પણ ન્યાય માટે પોલીસ બેડામા FIR નોંધાવવાની તજવીજ ને લઈને દોડતો રહ્યો છે અને આખરે સમગ્ર કેસ બાબતે હવે પરિવારજનો પણ ન્યાયને લઈને પાટણ SPને રજુઆત કરવા પહોંચ્યા હતા.
મહત્વનું છે કે રાધનપુર તાલુકાના કલ્યાણપુરા ગામની પ્રસુતા ઠાકોર પાર્વતીબેનની સારવાર ચાલુ હતી. પ્રસુતા ને વારંવાર પેટમાં દુખાવાની ફરિયાદ રહેતી હોવા છતાં ડોક્ટરે સામાન્ય સારવાર કરી સંતોશ માન્યો હતો.જોકે પ્રસુતાને અન્ય હોસ્પિટલ મા લઇ જતા પેટમાં ગાંઠ થઈ હોવાનું ખુલ્યું હતું.અને પ્રસુતાના ગર્ભમાં રહેલા બાળકનું પણ મૃત્યુ થયું હતું.
જેને પગલે ડોકટર ની બેદરકારી ને કારણે ગર્ભમા રહેલા બાળકનું મોત થયું હોવાના પરિવારજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે.એટલું જ નહીં પરંતુ આ ઘટનામાં તબીબ રાજકીય વગ ધરાવતા હોવાથી પોલીસ પણ ફરિયાદ લેતી ન હોવાના પરિવારે આરોપ લગાવ્યા હતા.જોકે પરિવારે પોલીસ વડાને લેખિત અરજી કરતા તપાસ શરુ કરાઈ છે.
રાઘનપુર ની આસ્થા હોસ્પિટલ પર બેદરકારી ના આક્ષેપ મહિલા દર્દીના પરિજનો દ્વારા કરવામાં આવ્યા છે. ત્યારે હાલ સમગ્ર મામલે પીડિતા નાં પરિવારે SP ને રજુઆત કરી રાધનપુર સ્થાનિક પોલીસ મથકે ફરિયાદ FIR નોંધાવવા અને બેદરકારી દાખવતા તબીબ સામે કાયદેસરની કાર્યવાહી ની માંગ કરી હતી.મહત્વનું છે કે રાધનપુર ની આસ્થા હોસ્પિટલના ડોક્ટર દેવજી પટેલ પર બેદરકારી ના ગંભીર આરોપ લાગ્યા છે. ત્યારે ડોક્ટર ની બેદરકારી ને લઈ ડોક્ટર પર ફરિયાદ ની પરિવારજનો માગ કરી રહ્યા છે.
રાઘનપુર ના કલ્યાણપુરા ગામની પ્રસુતા પાર્વતીબેન ઠાકોરે બાળકનો જીવ ખોયો છે.ત્યારે મહિલા દર્દી નાં પિતા દેવાભાઈ ઠાકોરે જણાવ્યું હતું કે જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી ન્યાય ની લડાઈ ચાલુ રહેશે અને જરૂર જણાશે તો સમગ્ર પરિવાર ઠાકોર સમાજના આગેવાનો સાથે પાટણ એસપી કચેરીએ ભૂખ હડતાળ પર ઉતરશે તેવી પરિવારે ચીમકી આપી છે તેમજ વધુમા દેવાભાઈ એ જણાવતા કહ્યું હતું કે મરી જઈસુ પણ ન્યાય લઈ જમ્પી શુ ત્યારે સમગ્ર મામલે હાલ પરિવારજનો પણ ન્યાય માટે અડગ જોવા મળી રહ્યા છે અને સતત આ તબીબ સામે FIR નોંધી ફરિયાદનાં આધારે કાયદેસર ની કાર્યવાહી કરી ન્યાય અપાવવાની માંગ કરી રહ્યા છે.
રાધનપુર નાં કલ્યાણપુર ગામની મહિલા દર્દી સાથેના બનાવને લઈને પરિવારે ન્યાયની માગ સાથે પાટણ એસપી કચેરીએ પહોંચી રજુઆત કરી હતી.ત્યારે પાટણ પોલીસ દ્વારા પરિવાર ને હૈયા ઘારણા આપતા જણાવ્યું હતું કે જો આસ્થા હોસ્પિટલની બેદરકારી હશે તો મેડિકલ એડવાઈજરી બોર્ડ ને રજુઆત કરાશે તેમજ મેડિકલ એડવાજરી બોર્ડ ના રિપોર્ટ બાદ દોષિત સામે ફરિયાદ કરવામાં આવશે તેવું જણાવ્યું હોવાની વિગત જાણવા મળી રહી છે.તેમજ હાલ રાઘનપુર પોલીસે દીકરીના પિતાની લેખિત મા અરજી સ્વીકારી તપાસ હાથ ઘરી છે.