Latest

હારીજ તાલુકામાં ICDS વિભાગ દ્વારા સખી- સહસખી મોડ્યુલ તાલીમ યોજાઈ…

પાટણ. એઆર. એબીએનએસ : પાટણ ના હારીજ તાલુકાના નાણા ,અડીયા , દુનાવાડા,તેમજ હારીજ સેજા કક્ષાની સખી-સહસખી મોડયુલ તાલીમ યોજવામાં આવેલ, જેમાં આઇ.ટી.આઇ., જિલ્લા બાળ સુરક્ષા , વિવિધલક્ષી મહિલા કેન્દ્ર, આરોગ્ય વિભાગ ના અધિકારીઓ તેમજ કર્મચારીઓ દ્રારા પ્રોજેક્ટર ના માધ્યમથી વિવિધ વિષય પર માર્ગદર્શન આપવામાં આવ્યુ તેમજ કિશોરીઓ નો હીમોગ્લોબીન ટેસ્ટ કરવામાં આવેલ.

કુલ ૨૩૮ પુર્ણા સખી-સહસખી કિશોરીઓ હાજર રહી હતી તમામ કિશોરીઓને સવારે ચા-નાસ્તો તથા ભોજન કરાવવામાં આવ્યું હતું ત્યારબાદ કિશોરીઓને કીટ વિતરણ ઉપરાંત કિશોરીઓને વિવિધ રમતો દ્રારા ગમ્મત સાથે જ્ઞાન આપવામાં આવ્યું જેમાં જિલ્લા બાળ સુરક્ષા અધિકારી કેતનભાઇ પ્રજાપતિ, આરબીએસકે MO ડોક્ટર કિંજલબેન તેમજ ફેનિયાબેન, મુખ્ય સેવિકા હસુમતીબેન બારોટ
આઈ ટીઆઈ સુપરવાઇઝર નિકુંજભાઈ ઓઝા, વિવિધ લક્ષી મહિલા કેન્દ્ર સંચાલક હંસાબેન ડોડીયા, ભણસાલી ટ્રસ્ટ સુપરવાઇઝરબેનો તાલીમમાં હાજર રહ્યા હતા આંગણવાડી કાર્યકર બહેનોના સહયોગથી તાલીમ પૂર્ણ કરવામાં આવી હતી.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સ સમિટ-2026ની સૌપ્રથમ પ્રિ-ઇવેન્ટનો મુખ્યમંત્રીએ વર્ચ્યુઅલ માધ્યમથી પ્રારંભ કરાવ્યો

જજનગઢ, સાસણ ગીર, ધ્રુવ ચુડાસમા, એબીએનએસ: કેન્દ્રીય વન પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર…

1 of 630

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *