પાટણ. એઆર. એબીએનએસ: પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના મહેમદાવાદ ગામના રામાનંદી સાધુ વાસુદેવભાઇ જેઓ રાધનપુર એસ. ટી. ડેપોના કંડકટર તરીકે ફરજ બજાવે જે કંડકટરે પોતાની પ્રમાણિકતા દર્શાવતા એસટી નિગમના કર્મચારીઓ સહીત લોકોએ પણ વાસુદેવભાઇની પ્રામાણિકતા ને બિરદાવી હતી.
એસ. ટી.બસ રાધનપુરથી કુંવર જે રીટર્નમા કુંવરથી રાધનપુર આવી રહી હતી તે દરમિયાન રાધનપુર એસ.ટી. આવી રહેલ જે દરમિયાન બસ માથી એક બિન વારસાઇ પર્સ મળી આવેલ જે પર્સ રાધનપુર એસ. ટી. ડેપોના કંડકટર તરીકે ફરજ બજાવતા વાસુદેવભાઇ કંડકટર બેઝ નંબર 374 કે જેમને પોતાની કંડકટર તરીકેની પ્રમાણિકતા દર્શાવી ને રાધનપુર એસ. ટી ડેપો ખાતે એસ. ટી. કંટ્રોલ પોઈન્ટમા જમા કરાવ્યું હતું.
જે પર્સ કંટ્રોલર તરીકે સમીરભાઈ તેમજ મજીદખાન મલેકને જમા કરાવતા અને ડેપો કંટોલર ની હાજરી માં પર્સ ખોલતા મજીદખાન મલેક પર્સમાથી સુબાપુરા રાધનપુર લોકલ બસની ટીકીટ મળી હતી અને સાથે 10105 રૂપિયા હતા .જે ટોટલ રકમ પર્સ સાથે જમા કરાવ્યું હતું.જે પર્સ અંગે જાણવા મળતા સુબાપુરાના રબારી સમાજની બે બહેનો રાધનપુર ડેપો ખાતે કંટ્રોલ પોઈન્ટમા પુછ્પરછ કરતા માહિતી મળેલ તો તેમની સાચી માહિતી હક્કીકત અને ખાત્રી કરી સાચી વિગત સાથે બહેનોને પરત પર્સ જમા કરવામાં આવ્યું હતું.