Latest

ઓપરેશન સિંદૂરના સન્માનમાં સિદ્ધપુરમાં તિરંગા યાત્રા યોજાઇ. ભારત માતા કી જયના નાદથી ગુંજી ઉઠ્યું સિદ્ધપુર

જમ્મુ-કાશ્મીરના પહેલગામ ખાતે નિર્દોષ પ્રવાસીઓ પર થયેલા આતંકી હુમલાની ઘટના બાદ ભારતીય સેનાએ ‘ઓપરેશન સિંદૂર’ દ્વારા મા ભારતીને તથા આપણા તિરંગાને અપાવેલા ગૌરવને વધાવવા સિદ્ધપુર ખાતે નગરપાલિકા થી ઝાંપલી પોળ સુધી તિરંગા યાત્રા યોજાઈ હતી.

જેમાં ભારતીય સેનાના સન્માન માટે આયોજિત તિરંગા યાત્રાને કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતે ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવ્યું હતું.
કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું કે, ભારતીય સેનાએ ‘ઓપરેશન સિંદૂર’ દ્વારા પાકિસ્તાનના ઘરમાં ઘુસીને આતંકવાદીઓના ઠેકાણાનો નાશ કર્યો છે. વિશ્વે પણ ભારતની નોંધ લીધી છે.

ઓપરેશન સિંદૂર થકી ભારતે પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો છે. ભારતના વિજયને ઉજવવા અને લોકોમાં દેશપ્રેમની ભાવના અખંડિત રહે એ હેતુથી આજે સિદ્ધપુરમાં તિરંગા યાત્રા યોજવામાં આવી છે.

તિરંગા યાત્રામાં નગરપાલિકા પ્રમુખ અનિતાબેન પટેલ, ઉપપ્રમુખ સોનલ બેન ઠાકર, એપીએમસી ચેરમેનન વિષ્ણુભાઇ પટેલ, સંગઠનના પદાધિકારીઓ, વિવિધ સામાજિક ધાર્મિક સંસ્થાઓ, પોલીસ જવાનો ,હોમગાર્ડ્સ જવાનો, દેરક સમાજના અગ્રણીઓ, વ્યાપારીઓ અને શહેરીજનો જોડાયા હતા.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

શ્રી ગોપીનાથજી સોલાર (Sol Max Solution) દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન: પર્યાવરણ અને સ્વચ્છ ઊર્જાનો અનોખો સમન્વય

​આજના આધુનિક યુગમાં જ્યાં ગ્લોબલ વોર્મિંગ અને પ્રદૂષણ મોટી સમસ્યાઓ બની રહ્યા છે,…

વરસાદની વિકટ પરિસ્થિતિમાં પીજીવીસીએલની ત્વરિત કામગીરીથી જાળીલા ગામમાં વીજપુરવઠો પુનઃસ્થાપિત કરાયો

જૂના મકાનની બાલ્કનીથી LT પોલને નુકસાન થતાં ખોરવાયેલો વીજ પુરવઠો ગણતરીના કલાકોમાં…

હિંમત અને સહનશક્તિની સફર: 9 મહિલાઓને ‘સમુદ્ર પ્રદક્ષિણા’ પૂર્ણ કરવા બદલ અભિનંદન પાઠવતા ઐર માર્શલ

મુંબઇ, સંજીવ રાજપૂત, એબીએનએસ: એર મેશલ પીવી શિવાનંદ, એઓસી-ઇન-સી અને સાઉથ વેસ્ટર્ન…

1 of 139

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *