પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો.શ્રી હર્ષદ પટેલ ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. શ્રી એ.આર.વાળા તથા અધિકારી શ્રીઓને ભાવનગર શહેર-ગ્રામ્ય વિસ્તારમાંથી દારૂ/જુગારની પ્રવૃતિ નેસ્તનાબુત કરવા સખત સુચના આપેલ.
આજરોજ તા.૧૩/૦૫/૨૦૨૫ના રોજ ભાવનગર, એલ.સી.બી. પોલીસ સ્ટાફનાં માણસો ભાવનગર સીટી વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન બાતમી મળેલ કે, ભાવનગર, કરચલીયા પરા, પ્રેસ રોડ, ભીમ ભગીના વાડ, બાવળની કાંટમાં જાહેર જગ્યામાં અમુક માણસો ગોળ કુંડાળુ વળી ગંજીપતાનાં પાનાં પૈસા વડે હાથકાંપનો જુગાર રમે છે. જે બાતમી અંગે રેઇડ કરતાં ગંજીપત્તાના પાના-પૈસા વડે હારજીતનો હાથકાપનો જુગાર રમતાં નીચે મુજબનાં માણસો પકડાય ગયેલ. તેઓ વિરૂધ્ધ ગંગાજળીયા પોલીસ સ્ટેશનમાં જુગાર પ્રતિબંધક ધારાની કલમ હેઠળ ગુન્હો દાખલ કરાવવામાં આવેલ.
પકાયેલ આરોપીઓ:-
1. સંજય શંકરભાઈ રાઠોડ ઉ.વ.૨૯ રહે.બંબાખાનાની શેરી, એ.સી. રીપેરીંગની દુકાન સામે, કણબીવાડ, ભાવનગર
2. રોહીત લલીતભાઈ યાદવ ઉ.વ.૨૫ રહે.રાંદલ માતાના મંદિર પાછળ, આગરીયાવાડ, પ્રેસ રોડ, ભાવનગર
3. રાહુલ અરવિંદભાઈ ચુડાસમા ઉ.વ.૨૧ રહે.બંબાખાનાની શેરી, એ.સી. રીપેરીંગની દુકાન પાસે, કણબીવાડ, ભાવનગર
4. અજયભાઈ જેન્તીભાઈ ચૌહાણ ઉ.વ.૪૦ રહે.કરચલીયા પરા, પરાગ ફળી, વોરાના કબ્રસ્તાનના દરવાજા સામે, ભાવનગર
કબ્જે કરેલ મુદ્દામાલઃ-ગંજીપત્તાના પાના નંગ-૫૨ કિ.રૂ.૦૦/૦૦ તથા રોકડા રૂ.૧૫,૪૦૦/-મળી કુલ કિંમત રૂ.૧૫,૪૦૦/-નો મુદ્દામાલ
કામગીરી કરનાર પોલીસ સ્ટાફ પોલીસ ઇન્સ. શ્રી એ.આર.વાળાના માર્ગદર્શન હેઠળ સ્ટાફના બાવકુદાન કુંચાલા, માનદિપસિંહ ગોહીલ, એઝાઝખાન પઠાણ, કેવલભાઈ સાંગા