ભાવનગરમાં પોષણ સંગમ કાર્યક્રમ અંતર્ગત CMAM/ EGF કાર્યક્રમના શુભારંભ અને અમલીકરણ માટેનો વર્કશોપ તા.૨૦/૦૫/૨૦૨૫ ના રોજ સભાખંડ, જિલ્લા પંચાયત ખાતે યોજવામાં આવ્યો હતો. જેમાં PPT દ્વારા પોષણ સંગમ એપ વિશે માહિતી આપવામાં આવી હતી. રાજ્ય કક્ષાએથી આવેલ નાયબ નિયામકશ્રી, ગાંધીનગર ક્રિષ્ના વૈષ્ણાની દ્વારા C-MAM એપ વિશે અને સી.ડી.પી.ઓ દ્વારા પોષણ સંગમના ૧૦ પગલાંની વિગતવાર માહિતી આપવામાં આવી હતી.
આ વર્કશોપ અંતર્ગત અગત્યના પગલાંઓ જેવા કે પગલું-૧- માનવ મિતિ, પગલું-૨- એપેટાઈટ ટેસ્ટ, પગલું-૩- તબીબી પરીક્ષણ, પગલું-૪- રીફર ,પગલું-૫- પોષણ સારવાર, પગલું-૬- દવાઓ, પગલું-૭- આરોગ્ય અને શિક્ષણ, પગલું-૮- CMAM કાર્યક્રમમાં ફોલોઅપ મુલાકાત, પગલું-૯- CMAM કાર્યક્રમના ડીસ્ચાર્જનાં માપદંડ, પગલું-૧૦- CMAM કાર્યક્રમમાંથી ડીસ્ચાર્જ થયા બાદની ફોલોઅપ મુલાકાત વગેરે વિશે માહિતી આપવામાં આવી હતી. બાળકોના ગ્રોથ મોનીટરીંગના સાધનો (વજનકાંટાઓ/ઉંચાઈમાપન) તથા સારવારની દવાઓ તેમજ રાજ્યની કચેરી તરફથી ફાળવેલ C-MAM & EGF પોષણ સંગમ કાર્યક્રમ નું સાહિત્યનો સ્ટોલ રાખવામાં આવ્યો હતો.
આ વર્કશોપને અનુરૂપ સમુદાય આધારિત વ્યવસ્થાપન (C-MAM & EGF)નું મહત્વ તેમજ કુપોષણ વિશે જાણકારી પ્રદાન કરવામાં આવી હતી તેમજ સમગ્ર ભાવનગર જિલ્લામાં પોષણ સંગમ કાર્યક્રમના શુભારંભ તથા અમલવારી અંગે વિગતવાર જાણકારી આપવામાં આવી હતી.
આ વર્કશોપમાં ડેપ્યુટી કમિશ્નરશ્રી, મહાનગરપાલિકા જયકુમાર રાવલ, ડેપ્યુટી કમિશ્નરશ્રી, ગાંધીનગર મનીષા પટેલ , નાયબ નિયામક શ્રી ગાંધીનગર ક્રિષ્ના વૈષ્ણાની, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ચંન્દ્રમણી કુમાર અને ઇ.ચા સી.ડી.એચ.ઓ. મહાનગરપાલિકા, ભાવનગર મૌલિકભાઇ વાઘાણી, તમામ તાલુકા હેલ્થ ઓફિસરશ્રી, તમામ સી.ડી.પી.ઓ.શ્રી, તમામ મુખ્ય સેવિકાશ્રી, સરપંચશ્રી નેસવડ રમેશભાઇ ડાભી, સરપંચશ્રી ભરતભાઇ ગઢવી ઉપસ્થિત રહ્યા હતા.