Latest

અમદાવાદ અખબારનગર સર્કલ પાસે ગેરકાયદેસર દબાણો અને વાહનો પર ટ્રાફિક પોલીસ અને એએમસીની સયુંકત ડ્રાઈવ યોજાઈ

અમદાવાદ, સંજીવ રાજપૂત: અમદાવાદના નવાવાડજ અખબાર નગર પાસે ગેરકાયદેસર દબાણો કરતા અને પાર્કિગ કરેલ વાહનો પર ટ્રાફિક પોલીસ અને એએમસીએ તવાઈ બોલાવી હતી.

અમદાવાદ અખબાર નગર સર્કલ ખાતેથી આવેલ રોડને વનવે જાહેર કરાયો છે છતાંય આ વિસ્તારમાં રહેતા લોકો દ્વારા રોડ પર ગેરકાયદેસર રીતે ઘર વખરીની ચીજો, વાહનો, લારીઓ પાર્ક કરી દેતા આ બાબતે વાર અવારનવાર લોક ફરિયાદો ઉઠવા પામી છે ત્યારે આ બાબતને ગંભીરતાથી લેતા અગાઉ પણ વારંવાર સૂચના અપાયા હોવા છતાંય લોકો અમલમાં ન લેતા અખબાર નગર બી ડિવિઝન ટ્રાફિક પોલીસ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અખબાર નગર સર્કલ થી બલોલ નગર, સ્વામિનારાયણ થઈ પરત અખબાર નગર સર્કલ સુધી સયુંકત ટ્રાફિક ડ્રાઈવ આયોજિત કરવામાં આવી હતી. જેમાં રસ્તાઓ પર પડેલ બેફામ વાહનોને મેમો તેમજ રોડ પર પડેલ ચીજ વસ્તુઓને દબાણ શાખા દ્વારા કબ્જે કરવામાં આવ્યા હતા.

આ સયુંકત ડ્રાઈવમાં પીઆઇ એ એમ ઠાકોર, અખબાર નગરબીટ ઇન્ચાર્જ હેડ કોન્સ્ટેબલ રમેશભાઈ વિજય બીટ ઇન્ચાર્જ એએસઆઈ કિશોરસિંહ ગણપતસિહ તથા સ્ટેડીયમ બીટ ઇન્ચાર્જ હેડ કોન્સ્ટેબલ. જિતેન્દ્ર કુમાર હીરાજી સહિત ટ્રાફિક પોલીસના અને એએમસી દબાણ શાખાના અધિકારીઓ અને કર્મીઓ જોડાયા હતા.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ધારી તાલુકાના નાગધ્રા પ્રાથમિક શાળાના શિક્ષક શ્રી ભુપતભાઈ મહેતા નો ભવ્ય નિવૃત્તિ વિદાય સમારંભ યોજાયેલ

શ્રી નાગધ્રા પ્રાથમિક શાળા તાલુકો ધારીના શિક્ષક શ્રી ભુપતભાઈ એન. મહેતા તારીખ…

‘મિશન કામયાબ’ સાથે સફળતાની નવી ઉડાન: પદ્મશ્રી આનંદ કુમારે સરદાર પટેલ સ્કૂલના વિદ્યાર્થીઓમાં જગાવી સફળતાની જ્યોત

સરદાર પટેલ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ ખાતે વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય અને શૈક્ષણિક…

સાવરકુંડલા લીલીયા વિધાનસભાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાએ નાગરિક સહકારી બેંકની નવી ટીમને શુભેચ્છાઓ પાઠવી

સાવરકુંડલા: સાવરકુંડલા નાગરિક સહકારી બેંકની ચૂંટણીમાં વિજયી બનેલી નવ નિયુક્ત…

1 of 142

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *