Ahmedabad

અમદાવાદમાં મહિલાની હત્યાના આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી પાડતી પોલીસ

અમદાવાદ, સંજીવ રાજપૂત; અમદાવાદના વસ્ત્રાલમાં પ્રેમ સબંધ ના રાખતા 2 આરોપીએ મહિલાની હત્યા કરી, રામોલમાં અશોક પટેલ નામના શખ્સ ની પોલીસે ગણતરીના કલાકોમાં ધરપકડ કરી લીધી છે.

આ બનાવની વિગત જોઈએ તો આરોપી અને મૃતક 2014થી પરિચયમાં હતા અને અગાઉ એક જ એપાર્ટમેન્ટમાં સાથે રહેતા હતા,અશોક ફરીયાદીની પત્ની અંકિતાને પોતાની સાથે ફોન ઉપર વાત કરવા તથા પોતાની સાથે સંબંધ રાખવા તથા તેના છોકરાઓને ઉપાડી તથા જાન મારી નાખવાની ધમકી આપતા હતા

જેથી ફરીયાદીની પત્ની આરોપીના દબાણવશ થઈ આરોપી સાથે વાતચીત કરતા હતા અને આરોપી અવાર નવાર ફરીયાદીની પત્ની સાથે તથા ફરીયાદી સાથે મારપીટ તથા બોલાચાલી ઝગડો કરતો હતો ફરીયાદી ના પત્નીને આરોપી સાથે કોઇ સબંધ રાખવો ન હોય જેની અદાવત રાખી રાત્રીના આઠેક વાગ્યાની આસપાસ ફરીયાદીના પત્ની મરણજનાર અંકિતાબેન પ્રજાપતી ને ઘરે જઈને છરીના ઘા ઝીંકી દીધા હતા બનાવ ની જાણ રામોલ પોલીસ ને થતાં તાત્કાલિક ધોરણે આરોપીઓ ની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે તેવું એસપી દ્વારા જણાવવામાં આવ્યું હતું.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અમદાવાદમાં ટ્રાફિક અને એન્ક્રોચમેન્ટ મુદ્દે જાગૃતિ માટે AMC અને પોલીસની સંયુક્ત ડ્રાઇવ યોજાશે

શહેરમાં શિસ્તબદ્ધ ટ્રાફિક માટે 4 એપ્રિલથી ખાસ અભિયાન શરૂ અમદાવાદ, સંજીવ રાજપૂત,…

વસ્ત્ર મંત્રાલયના સહિયારે અમદાવાદમાં રિવર ફ્રન્ટ ખાતે હેન્ડલૂમ એક્સપોનું કરાયું ભવ્ય આયોજન

અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ: અમદાવાદ ખાતે વસ્ત્ર મંત્રાલય ના સહયોગે ભારતીય…

રાજ્યના મહાનગરોમાં આજથી બે દિવસીય “મિલેટ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટ-૨૦૨૬”નો પ્રારંભ થશે

અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતેથી રાજ્ય કક્ષાના મિલેટ મહોત્સવનો કૃષિ મંત્રી…

1 of 32

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *