Latest

પંચમહાલના ઘોઘંબા ખાતે ઔદ્યોગિક રોજગાર અને એપ્રેન્ટિસ ભરતી મેળો યોજાયો

ગોધરા, વી.આર. એબીએનએસ,
જિલ્લા રોજગાર વિનિમય કચેરી,ગોધરા પંચમહાલ દ્વારા સરકારી આઇ.ટી.આઇ, ઘોઘંબા ખાતે રોજગાર અને એપ્રેન્ટિસ ભરતી મેળો યોજાયો હતો. આ ભરતી મેળામાં પંચમહાલ જિલ્લાની ૦૯ નોકરીદાતા કંપનીઓ દ્વારા ૧૦૦ જેટલી ટેકનિકલ અને નોન ટેકનિકલ જગ્યાઓ માટે પસંદગી પ્રક્રિયા હાથ ધરી કુલ ૪૨ ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરવામાં આવી છે.

આ ભરતી મેળામાં જિલ્લા રોજગાર વિનિમય કચેરીના પ્લેસમેન્ટ ઓફિસર પ્રશાંતભાઇ રાણા અને ઇમ્પેક્ષ-બી કરિયર કાઉન્સેલર રાકેશભાઈ સેવક દ્વારા ઉમેદવારોને પીએમ ઇન્ટર્નશીપ યોજના, એપ્રન્ટીસ માર્ગદર્શન અને રોજગારલક્ષી યોજનાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું

ઉલ્લેખનીય છે કે આ રોજગાર ભરતી મેળામાં વિવિધ લાયકાત અને કૌશલ ધરાવતા ૭૦ જેટલાં હાજર મહિલા અને પુરુષ ઉમેદવારો પૈકી ૪૨ ઉમેદવારોની ૦૯ નોકરીદાતાઓ દ્વારા ઈન્ટરવ્યુ પ્રક્રિયાના માધ્યમથી સ્થળ ઉપર જ પ્રાથમિક પસંદગી કરવામાં આવી હોવાનું જિલ્લા રોજગાર વિનિમય કચેરી, પંચમહાલ દ્વારા એક યાદીમાં જણાવાયું છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અમૃત સમાન જળ: મઘા નક્ષત્રનું વરસાદી પાણી,આસ્થા સાથે જળસંચયની પરંપરા.– વૈધ મહેન્દ્રસિંહ સરવૈયા

ભાવનગર સહિત ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારતીય સંસ્કૃતિ અને પરંપરામાં નક્ષત્રોનું…

જામનગરના ઐતિહાસિક સ્થળ ભૂચરમોરી ખાતે જામનગર જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની આન…બાન…શાન સાથે ઉજવણી કરાઈ

જામનગર, સંજીવ રાજપૂત, એબીએનએસ: જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકામાં આવેલ ઐતિહાસિક…

અમરેલી ખાતે મુખ્યમંત્રીની ગરિમામયી ઉપસ્થિતિમાં ૮૦મા સ્વતંત્રતા દિવસની રાજ્યકક્ષાની ભવ્ય ઉજવણી સંપન્ન

અમરેલી, સંજીવ રાજપૂત, એબીએનએસ: ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની અમરેલી ખાતે રાજ્ય કક્ષાની…

1 of 142

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *