Latest

સાવરકુંડલા લીલીયા વિધાનસભાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાએ નાગરિક સહકારી બેંકની નવી ટીમને શુભેચ્છાઓ પાઠવી

સાવરકુંડલા: સાવરકુંડલા નાગરિક સહકારી બેંકની ચૂંટણીમાં વિજયી બનેલી નવ નિયુક્ત ટીમના સન્માન સમારોહનું આયોજન અટલધારા કાર્યાલય ખાતે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સાવરકુંડલાના ધારાસભ્યશ્રી મહેશભાઈ કસવાલા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

આ સમારોહ દરમિયાન ધારાસભ્યશ્રી મહેશભાઈ કસવાલાએ નાગરિક સહકારી બેંકની ચૂંટણીમાં વિજયી બનેલા નવ નિયુક્ત ડિરેક્ટરશ્રીઓનું સન્માન કરી તેમને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી.

આ પ્રસંગે ધારાસભ્યશ્રીએ નવી ટીમને અભિનંદન પાઠવતાં જણાવ્યું હતું કે સહકારી સંસ્થાઓ સમાજ અને સ્થાનિક અર્થતંત્રના વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. નવી ટીમ બેંકના સભાસદો, ગ્રાહકો અને ખાતેદારોના હિતને પ્રાથમિકતા આપી પારદર્શકતા અને વિશ્વાસ સાથે કામગીરી કરે તેવી શુભકામનાઓ વ્યક્ત કરવામાં આવી હતી.

સાવરકુંડલા નાગરિક સહકારી બેંકની નવી ટીમ બેંકની પ્રગતિને નવી દિશા આપે તેમજ સભાસદો અને ગ્રાહકોને વધુ સારી સેવાઓ મળી રહે તે માટે સક્રિય રીતે કામગીરી કરે તેવી અપેક્ષા પણ વ્યક્ત કરવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં બેંકના નવ નિયુક્ત ડિરેક્ટરશ્રીઓ, જીલ્લ્લા તેમજ શહેર ભાજપ સંગઠન હોદેદારો,નગરપાલિકા હોદેદારો, તથા શુભેચ્છકો ઉપસ્થિત રહ્યા હતા.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અમરેલી જિલ્લાના સાવરકુંડલા, ધારી અને લાઠી, બગસરા, બાબરા બસ સ્ટેશન ખાતે ગ્રામહાટનો પ્રારંભ

ગ્રામીણ સ્વસહાય જૂથોની બહેનો દ્વારા ઉત્પાદિત હસ્તકલા અને ચીજવસ્તુઓના વેચાણ માટે…

ભારતની સમુદ્રી શક્તિ વધી રહી છે, નૌકાદળ દેશની સુરક્ષાનું મજબૂત કવચ: રક્ષામંત્રી રાજનાથ સિંહ

અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ: રક્ષામંત્રી રાજનાથ સિંહે વિશાખાપટ્ટનમમાં પૂર્વી…

1 of 145

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *