Latest

રાજ્યમાં બીચ ક્લીન-અપ ડ્રાઇવમાં ૧,૬૪૦ નાગરીકોએ ૧૮,૩૫૦ કિ. ગ્રા. કચરો એકત્રીત કરી વિવિધ ૧૨ બીચને સ્વચ્છ કર્યા

અમદાવાદ, સંજીબ રાજપૂત: વિશ્વ પર્યાવરણ દિવસ ૨૦૨૫ની ઉજવણીના ભાગરૂપે, વન અને પર્યાવરણ વિભાગ હેઠળ કાર્યરત ગુજરાત પર્યાવરણ પ્રબંધ સંસ્થાન – GEMI દ્વારા #BeatPlasticPollution” થીમ હેઠળ તા. ૨૨ મે થી તા. ૫ જૂન ૨૦૨૫ દરમિયાન રાજ્યવ્યાપી જાગૃતિ અભિયાન યોજાયું હતું. આ ઝૂંબેશ હેઠળ ૧૨ જેટલી બીચ ક્લીન-અપ ડ્રાઇવમાં ૧,૬૪૦ નાગરીકોએ સાથે મળીને ૧૮,૩૫૦ કિ. ગ્રા. કચરો એકત્રીત કર્યો હતો. આ અભિયાનનો મુખ્ય હેતુ પ્લાસ્ટિક પ્રદૂષણને નાબૂદ કરવાનો અને ટકાઉ જીવનશૈલી અપનાવવા માટે જનજાગૃતિ લાવવાનો હતો.

પ્લાસ્ટિક પરની નિર્ભરતા ઘટાડવાના રાષ્ટ્રીય અને વૈશ્વિક લક્ષ્યને અનુરૂપ, ગેમીએ પ્રદૂષણ નાબૂદી અંગેના વિવિધ કાર્યક્રમોનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમોમાં નુક્કડ નાટક, બીચ ક્લીન-અપ ડ્રાઇવ, કચરાનું વર્ગીકરણ, ચિત્ર સ્પર્ધા, પ્લાસ્ટિક કચરો એકત્રીકરણ જેવા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

દરિયાકિનારાની સફાઈ

ગેમી દ્વારા ગુજરાતના ૧૨ બીચમાં સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં મુખ્યત્વે દ્વારકા, શિવરાજપુર, ઉમરગાંવ, દાંડી, ડુમસ, મહુવા, પોરબંદર અને રવાલપીર વગેરેનો સમાવેશ થાય છે. આ અભિયાનમાં GPCB, વન વિભાગ, સ્થાનિક નગરપાલિકાઓ, પંચાયતો, NGOs અને ઉદ્યોગોના સહયોગથી ૧,૬૪૦ થી વધુ સ્વયંસેવકો અને પર્યાવરણપ્રેમીઓએ મળીને ૧૮,૩૫૦ કિલોથી વધુ પ્લાસ્ટિક અને અન્ય કચરો એકત્રિત કરીને તેનો સુરક્ષિત નિકાલ કર્યો હતો.

નુક્કડ નાટક દ્વારા જનજાગૃતિ

પ્લાસ્ટિક પ્રદૂષણ વિશે જનજાગૃતિ ફેલાવવા માટે અરવલ્લી, રાજકોટ, ભરૂચ, કચ્છ, દાહોદ, જૂનાગઢ અને ડાંગ સહિત ૧૫ જિલ્લાઓના શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં કુલ ૩૭ નુક્કડ નાટકોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ નાટકો દ્વારા ૪,૧૪૯ થી વધુ નાગરીકોને પ્લાસ્ટિક-મુક્ત અને ટકાઉ જીવનશૈલી વિશે સમજણ આપવામાં આવી હતી.

પ્લાસ્ટિક કચરો એકત્રીકરણ અને ‘ગ્રીન રિવોર્ડ્સ’

ગાંધીનગર અને અમદાવાદની ૧૦ રેસિડેન્શિયલ સોસાયટીઓમાં પ્લાસ્ટિક કચરો એકત્રીકરણ અભિયાન યોજાયું હતું, જેમાં ૪૫૦ થી વધુ રહેવાસીઓએ ૨૫૦ કિલોથી વધુ રિસાયકલ કરી શકાય તેવું પ્લાસ્ટિક એકત્ર કર્યું હતું. નાગરીકોને માટીના કુંડામાં છોડ અને ખાતરનું વિતરણ કરાયું હતું.

આ ઉપરાંત રાજ્યભરમાં પર્યાવરણ સુરક્ષા અંગે ચિત્ર સ્પર્ધા, વર્કશોપ, પોસ્ટર, રીલ અને અપસાયક્લિંગ માટે ઈ-કોન્ટેસ્ટ જેવી વિવિધ પર્યાવરણલક્ષી સ્પર્ધાઓ યોજાઈ હતી જેમાં મોટી સંખ્યામાં નાગરીકો સહભાગી થયા હતા.

પ્લાસ્ટિક-મુક્ત ભવિષ્યનું નિર્માણ

ગેમીના આ સામૂહિક પ્રયાસોએ ગુજરાતના હજારો નાગરિકોને પર્યાવરણ સુરક્ષા માટે એકત્રિત કર્યા. આ અભિયાનથી નોંધપાત્ર પ્રમાણમાં કચરાનું રિસાયકલિંગ અને પર્યાવરણીય રીતે સુરક્ષિત નિકાલ કરવામાં આવ્યો છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

‘મિશન કામયાબ’ સાથે સફળતાની નવી ઉડાન: પદ્મશ્રી આનંદ કુમારે સરદાર પટેલ સ્કૂલના વિદ્યાર્થીઓમાં જગાવી સફળતાની જ્યોત

સરદાર પટેલ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ ખાતે વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય અને શૈક્ષણિક…

સાવરકુંડલા લીલીયા વિધાનસભાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાએ નાગરિક સહકારી બેંકની નવી ટીમને શુભેચ્છાઓ પાઠવી

સાવરકુંડલા: સાવરકુંડલા નાગરિક સહકારી બેંકની ચૂંટણીમાં વિજયી બનેલી નવ નિયુક્ત…

અમૃત સમાન જળ: મઘા નક્ષત્રનું વરસાદી પાણી,આસ્થા સાથે જળસંચયની પરંપરા.– વૈધ મહેન્દ્રસિંહ સરવૈયા

ભાવનગર સહિત ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારતીય સંસ્કૃતિ અને પરંપરામાં નક્ષત્રોનું…

જામનગરના ઐતિહાસિક સ્થળ ભૂચરમોરી ખાતે જામનગર જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની આન…બાન…શાન સાથે ઉજવણી કરાઈ

જામનગર, સંજીવ રાજપૂત, એબીએનએસ: જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકામાં આવેલ ઐતિહાસિક…

અમરેલી ખાતે મુખ્યમંત્રીની ગરિમામયી ઉપસ્થિતિમાં ૮૦મા સ્વતંત્રતા દિવસની રાજ્યકક્ષાની ભવ્ય ઉજવણી સંપન્ન

અમરેલી, સંજીવ રાજપૂત, એબીએનએસ: ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની અમરેલી ખાતે રાજ્ય કક્ષાની…

1 of 142

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *