જૈનોની પવિત્ર નગરી પાલીતાણાના આદપુર સિદ્ધવડ ખાતે આજે ભવ્ય જૈન ધાર્મિક સમારોહ યોજાયો હતો.હાલ જ્યારે ચાતુર્માસનો પ્રારંભ થયો છે ત્યારે 1100 જેટલા સાધુ ભગવંતો,સાધ્વીજીઓ,અને સાધકો અહીં આત્માની અનુભૂતિની પ્રાપ્તિ સાથે અનુષ્ઠાન કરશે.આ અવસરે સ્થાનિક રાજકીય નેતાઓ તેમજ રાષ્ટ્રીય સ્વયંમ સેવક સંઘના લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા.
જૈનના સાધુ-સાધ્વીજી ભગવંતો કે જે છેલ્લા 2000 કરતા વધુ વર્ષોથી વિશ્વ કલ્યાણ માટે આરાધના કરી રહ્યો છે ત્યારે જૈનોની પાવનનગરી પાલીતાણા ના આદપુર સિદ્ધવડ કે જ્યાં 99 યાત્રા,શિબિર અને ઉદ્યાનતપ જેવા ભવ્ય આયોજનો જૈન સમાજ દ્વારા વર્ષોથી કરવામાં આવે છે.આ સિદ્ધપુર ખાતે આ ચાતુર્માસ દરમ્યાન મહાઆયોજન કહી શકાય તેવું ભવ્ય અને દિવ્ય ચાતુર્માસનું આયોજન જૈન સમાજના શ્રેષ્ઠીઓ દ્વારા કરવામાં આવ્યું છે.
જૈન સમાજ મંદિરો અને દાનધર્મ અર્થે અઢળક નાણા વાપરે છે તેમજ ધાર્મિક પ્રવૃતિઓ દ્વારા સમાજ કલ્યાણના કામો કરી રહ્યો છે. ત્યારે આજે સિદ્ધવડ ખાતે યોજાયેલા જૈન ધાર્મિક સમારોહમાં આર.એસ.એસ ના પ્રતિનિધિઓ તેમજ સ્થાનિક નેતાઓ પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા
હેમવલ્લભશ્રીસુરજી મહારાજની ઉપસ્થિતિમાં યોજાયેલી ધર્મસભામાં મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો.સિદ્ધવડ ખાતેની આરાધનાનું અનેરું મહત્વ છે.અહીં હજારો વર્ષ પહેલાં એકીસાથે 8.5 કરોડ સાધુઓ મોક્ષે ગયા હતા એવી વાયકા પ્રચલિત છે ત્યારે સાધકો અહીં 50 દિવસ સુધી ચાતુર્માસ દરમ્યાન સાધના થકી આત્માની અનુભૂતિની પ્રાપ્તિ કરી ધન્યતા અનુભવશે
રિપોર્ટર, વિશાલ જાદવ પાલીતાણા