ભાવનગર પાલીતાણા તાલુકાના અનિડા કુંભણ ગામે સોલાર પાવર પ્લાન્ટ પ્રોજેક્ટના કારણે હનુમાન તળાવનો કુદરતી વહેણ રોકાઈ જતા ગ્રામજનોની ચિંતા વધી છે આ બાબતે ગામ લોકો દ્વારા 15 દિવસ પહેલા પાલીતાણા મામલતદારને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે
અને સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે કે સોલાર પાવર પ્લાન્ટ પ્રોજેક્ટનાં કારણે કુદરતી પાણીના નિકાલ પર જે અવરોધ ઊભા થયા છે તેને દૂર કરવામાં આવે અન્યથા જો વધુ પડતો વરસાદ આવશે તો તળાવનો પાળો તૂટવાની ભીતિ સેવાય રહી છે તેમજ ખેડૂતો અને અન્ય ગામોમાં ભારે નુકસાન પહોંચે તેવી શક્યતા છે આ બાબતે મામલતદાર દ્વારા જણાવવામાં આવ્યું કે તાલુકા વિકાસ અધિકારીને સુચના આપવામાં આવી છે તેમજ ગામ લોકોના હિતમાં કાર્યવાહી કરવામાં આવશે
ભાવનગર પાલીતાણા તાલુકાના અનિડા કુંભણ ગામમાં હનુમાન તળાવ આવેલું છે જ્યાં બે વર્ષ પહેલા સોલાર પાવર પ્લાન્ટ નો પ્રોજેક્ટ શરૂ થયો છે આ પ્રોજેક્ટ માં સોલાર પાવર પ્લાન્ટ દ્વારા જે દિવાલ નું નિર્માણ કરાવવામાં આવ્યું છે તેના કારણે તળાવનો જે કુદરતી વહેણ હતું તેમાં અવરોધ ઊભો થયો છે જેના કારણે તળાવનું પાણી અટવાઈ ચૂક્યું છે
આ બાબતે ખેડૂતોની અને ગામ લોકોની ચિંતા એવી વધી છે કે જો ઉપરવાસ વરસાદ પડે અથવા તો ભાવનગર જિલ્લામાં વધુ પડતો વરસાદ આવે તો હનુમાન તળાવ સંપૂર્ણ ભરાઈ જાય અને હાલ તળાવની જળ સપાટી પણ ભયજનક સ્થિતિમાં છે માટે તંત્ર દ્વારા આગોતરું આયોજન કરીને પાણીના નિકાલ માટે અને જે ગેરકાયદેસર સોલાર પાવર પ્લાન્ટ દ્વારા અવરોધ ઊભો કરવામાં આવ્યો છે તેને તાત્કાલિકના ધોરણે હટાવવામાં આવે તે માટે આજથી 15 દિવસ પહેલા ગ્રામજનો દ્વારા લેખિતમાં પાલીતાણા મામલતદારને રજૂઆત કરવામાં આવી હતી
આ બાબતે ગ્રામજનોનું કહેવું છે કે અગાઉ પ્રશાસનને લેખિતમાં રજૂઆત કરવામાં આવી હોવા છતાં કોઈ પગલાં લેવામાં આવ્યા નથી જેના કારણે પાણીનું લેવલ પણ વધી રહ્યું છે અને પાણીનો નિકાલ પણ થઈ શકતો નથી જેનાથી ગ્રામજનોની ચિંતામાં વધારો થયો છે
આ બાબતે મામલતદાર દ્વારા જણાવવામાં આવ્યું કે ખેડૂતોની રજૂઆત ધ્યાનમાં લઈને તાલુકા વિકાસ અધિકારીને જણાવવામાં આવ્યું છે તેમજ પંચાયત હસ્તકનું આ તળાવ આવેલું છે અને મામલતદાર દ્વારા જણાવવામાં આવ્યું કે કંપનીના જવાબદાર વ્યક્તિ સાથે ટેલિફોનિક ચર્ચા પણ કરવામાં આવી છે અને આ પ્રશ્નનું નિરાકરણ લાવવા માટે જણાવવામાં આવ્યું છે આ તળાવ ગ્રામ પંચાયત હસ્તકનું છે
રિપોર્ટર, વિશાલ જાદવ પાલીતાણા