Ahmedabad

વિમાન ક્રેશ દુર્ઘટનામાં સરાહનીય કામગીરી કરનાર કર્મચારીઓનું સિવિલ હોસ્પિટલ દ્વારા સન્માન કરાયું

અમદાવાદ, સંજીવ રાજપૂત: અમદાવાદમા એર ઇન્ડિયા પ્લેન ક્રેશ દુર્ઘટનાને આજે ૧ મહિનો પૂર્ણ થયો.

આ દુર્ઘટના બાદ સિવિલ હોસ્પિટલમાં બચાવ અને રાહત કામગીરી સહિતના વ્યવસ્થાપનમાં સરાહનીય કામગીરી કરનાર વર્ગ-૪ અને વર્ગ-૩ ના કર્મચારીઓનુ સિવિલ હોસ્પિટલ તંત્ર દ્વારા આજે સન્માન કરવામાં આવ્યું હતું.

આ અંગે વધુ વિગતો આપતા સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ ડો. રાકેશ જોષી એ જણાવ્યુ હતુ કે, આજે એર ઇન્ડીયા પ્લેન ક્રેશ બનાવ ને એક મહીનો પુરો થયો છે ત્યારે અચાનક આવી પડેલા અને ક્યારેય ન જોયેલા આવા બનાવ માં સિવિલ હોસ્પિટલ ના દરેક સ્ટાફે રાત દિવસ જોયા વગર પોતાની નૈતિક ફરજ સમજી પોતાના ફરજ ના કલાકો ની પરવાહ કર્યા વગર કામ કર્યુ હતુ.

જેના પ્રતાપે આખા બનાવ બાદ ઉભી થયેલી તમામ પરીસ્થિતિ માં જેમાં ઘાયલ લોકો ની સારવાર તેમજ જે લોકો એ પોતાના સ્વજનો ગુમાવ્યા હતા તેમના ડીએનએ સેમ્પલ લેવા થી માંડી તેમને ડેડ બોડી હેન્ડ ઓવર કરવાની કામગીરી સારી રીતે થઇ શકી.આ આખા કરુણ બનાવ માં જે લોકો ઘાયલ થયા કે જે લોકો એ પોતાના સ્વજનો ગુમાવ્યા એ દુખ ને તો આપણે ન લઇ શકીએ પરંતુ તે બાદ ની તમામ કાર્યવાહી માં મૃત્યુ પામનારના સગાને કોઇપણ જાતની અગવડ ન પડે તેનું ધ્યાન અમારા દરેક સ્ટાફે રાખી ઉતમ કામગીરી કરી હતી તેમ ડો. જોશી એ જણાવ્યુ હતુ.

આ સ્ટાફ માં તમામ ડેડ બોડીને કોલ્ડ બોક્ષ માં રાખવા થી લઇ તેને કોફીન માં રાખી સ્ગા ને સોંપવા સુધી ની કામગીરી કરનાર વર્ગ-૪ ના પીએમ વિભાગ માં કામ કરતા કર્મચારી થી માંડી દર્દી ના સગા સાથે શરુઆત થી અંત સુધી રહી તેમને સાંત્વના ની સાથે તેમના સ્વજન નુ પાર્થિવ શરીર સોંપાય ત્યા સુધી તેમની સાથે રહેનાર પીઆરઓ તેમજ સુપ્રિન્ટેન્ડેન્ટ ઓફીસ કંટ્રોલ રુમ, પીએમ રુમ. ટ્રોમા સેન્ટર, વિવિધ વોર્ડ, બી જે મેડીકલ કોલેજ ખાતે કામ કરનાર વર્ગ ૩ અને વર્ગ ૪ ના કર્મચારી ઓ ની કામગીરી ને બીરદાવવા માં આવી હતી.

સિવિલ હોસ્પિટલ ખાતે આઉટ સોર્સિંગ એજન્સી વિષ્વ એન્ટરપ્રાઇઝ દ્વારા વર્ગ -૩ અને વર્ગ ૪ ના કુલ ૪૫૦ જેટલા વિવિધ કર્મચારી ઓ ને આ પ્રસંગે સર્ટીફીકેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે સિવિલ સુપ્રિંટેંડેંટ ડો. રાકેશ જોષી ઉપરાંત બી જે મેડીકલ કોલેજ ના ડીન મીનાક્ષી પરીખ, એડીશનલ ડીન તેમજ પીજી ડાયરેક્ટર ડો. ધર્મેશ પટેલ, ડો. રજનીશ પટેલ વિગેરે એ હાજર રહી આ તમામ સ્ટાફ ની કામગીરી ને બીરદાવી હતી.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અમદાવાદના આંગણે સૂરદાસશેઠની પોળ ૫૭૫ અંજનશલાકાની શાલગીરી ઉત્સવનો પ્રારંભ. મેયર રહ્યા ઉપસ્થિત

અમદાવાદ, સંજીવ રાજપૂત: રાજનગરના આંગણે સુરદાસ શેઠની પોળ, માંડવીની પોળ, અમદાવાદ…

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ હિમાચલ પ્રદેશના પ્રતિનિધિ મંડળ સાથે અમદાવાદ ફ્લાવર શો અને અટલબ્રિજની મુલાકાત લીધી

અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ: ગુજરાતની મુલાકાતે પધારેલા હિમાચલ પ્રદેશના સાંસદઓ…

Space Gen: Chandrayaan પહેલાં અભિનેતા નકુલ મહેતા અમદાવાદમાં ફ્લાવર શો અને આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2026માં રહ્યા ઉપસ્થિત

અમદાવાદ, એબીએનએસ: આ વખતે ગુજરાતની ફિઝામાં માત્ર પતંગો નહીં, દેશનો ગર્વ પણ આકાશે…

અમદાવાદ ખાતે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહના હસ્તે આદિ શંકરાચાર્ય ગ્રંથાવલીનું વિમોચન કરાયું

અમદાવાદ, એબીએનએસ, કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહે અમદાવાદ ખાતે…

1 of 27

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *