રિપોર્ટ: અનુજ ઠાકર.
વિરેન બગથરિયા – એક એવું નામ જે આજના દિવસમાં દેશના ટોચના ક્રિકેટર્સ વચ્ચે ઓળખાય છે. પણ એક સમય એવો પણ હતો જ્યારે તેને નોકરી માટે દરવાજા ખખડાવવાના પડતા હતા અને દરેક જગ્યાએથી બસ એક જ જવાબ મળતો – “અમે ફ્રેશરને નથી રાખતા.”
ગોંડલના મધ્યમવર્ગીય પરિવારમાં જન્મેલા વિરેનના જીવનની શરૂઆત એક સામાન્ય છોકરાની જેમ થઈ હતી. પિતા આરટીઓમાં નોકરી કરતા અને માતા ગૃહિણિ. બાળપણથી જ દાદાની ખખડધજ હેર કટની દુકાને બેઠા બેઠા તેને કાચા-પાકા વાળની દુનિયામાં રસ પડે એવો થયો. ત્યારે ભલે એ નાનકડી દુકાન હોય, પણ એમાં સજાતી હતી એક મોટી સપનાની શરૂઆત.
વિરેનને હંમેશાં લાગ્યું કે “મારે હેરસ્ટાઈલિશ બનવું છે.” મુંબઈ જવા માટે હિંમત જોઈતી હતી – અને એની પાસે હતી. નથીતો ફી હતી, નથી તો કોઈ સારો પ્લેટફોર્મ. છતાં દિશા સ્પષ્ટ હતી. મુંબઈ જઈને એણે શીખવાનું નક્કી કર્યું. નોકરી કરી, રૂપિયા બચાવ્યા, અને આખરે 2 લાખ રૂપિયા ફી ભરીને હેરસ્ટાઈલિંગનો કોર્સ કર્યો.
કઈક અલગ કરવાની જિજ્ઞાસાએ એના પગ પર જગ્યા ઉભી કરી. મિત્રની શોપમાં કામ કરતો તે પછી એક મેસેજે એની દુનિયા બદલી નાખી. રાજકોટે IPL રમવા આવેલા ગુજરાત લાયન્સના ખેલાડીઓ માટે હેરસ્ટાઈલિંગ કરવાની તક મળી – એ હતી “ડોર ખૂલવાની પહેલી ચાવી.”
મુંબઈ ઈન્ડિયન્સથી મનોરથ પૂરાં થયા
2019માં મુંબઈ ઈન્ડિયન્સ ટીમ સાથે એને જે તક મળી એ પાછળ ફરી વાળવાનું નહોતું. ઇશાન કિશન, મોહસિન ખાન અને અન્ય ખેલાડીઓએ એના ટેલેન્ટને ઓળખી સમાજે. આજે તે મોટે ભાગે એરપ્લેનમાં બેઠો હોય છે – એક શહેરમાંથી બીજા શહેરમાં, હોટલના રૂમમાં હેર કટ માટેનું પોર્ટેબલ સલૂન ગોઠવી ક્રિકેટર્સના હેરસટાઈલ માટે.
એક હેર કટ માટે લોકો 10થી 25 હજાર રૂપિયા સુધી ચૂકવે છે. એમાં માત્ર વાળ કાપવાનું નહીં, પણ ફેશિયલ, ડિટેનિંગ, સ્કિન ટ્રીટમેન્ટ જેવી વસ્તુઓ પણ સામેલ હોય છે. આજે તેણે 1 લાખ સુધીના સાધનોમાં કામ કરવાની ક્ષમતા મેળવી છે.
યુવાનો માટે સંદેશ:
વિરેનની કહાણી એ બધાને યાદ અપાવે છે કે શક્યતાની હદ તોડવી હોય તો “હું કરી શકું છું” એવો આત્મવિશ્વાસ હોવો જરૂરી છે. પરિવાર, પૈસા કે પાયાની અછત હોવા છતાં, જો આગ અંદર સચોટ હોય – તો ઉડાન પણ ઊંચી હોય છે.