વડીયા તાલુકાના ઢુંઢીયા પીપળીયા ગામે રહેતા ચકુભાઇ રાખોલીયાના રહેણાંક મકાનમાં કોઈ અજાણ્યા ચોર ઇસમો ગેરકાયદેસર પ્રવેશ કરી ચકુભાઈ તથા તેના પત્નિ કુંવરબેન બંન્ને ખાટલા પર સુતા હોય તે દરમ્યાન અજાણ્યા ચોર ઇસમોએ તિક્ષ્ણ હથિયાર વડે કુવરબેનના માથાના ભાગે ગંભીર ઇજા કરી તથા ચકુભાઈ ખાટલા પર સુતા હોય તેઓને પણ માથાના ભાગે તિક્ષ્ણ હથિયાર વડે ગંભીર ઇજા કરી બંન્નેની હત્યા કરી.
રહેણાંક મકાનના રૂમના લોખંડના કબાટનુ તાળુ તોડી અને કબાટ માંથી રોકડ રૂ. ૨,૦૦,૦૦૦/ (બે લાખ)ની લુટ કરી લઇ નાસી જઈ ગુનો કરેલ હોય જે અંગે મરણ જનારના દિકરા હરસુખભાઇ ચકુભાઈ રાખોલીયાએ વડીયા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ઇસમો વિરોધ ફરિયાદ આપેલ હોય અમરેલી પોલીસ અધિક્ષક સંજય ખરાત નાઓને ગુનાની જાણ થતા તુરંત જ ગુના વાળી જગ્યાની વિઝીટ કરેલ અને આ લુંટ વિથ ડબલ મર્ડરના ગુનાને અંજામ આપી,
નાસી જનાર અજાણ્યા આરોપીને શોધી કાઢી, તેમના વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવા અમરેલી ડિવિઝનના નાયબ પોલીસ અધિક્ષક ચિરાગ દેસાઇ સાહેબ નાઓના સુપરવિઝન હેઠળ LCB, SOG, વડિયા પોલીસ, સહિતનાઓની ૫૦ થી વધુ પોલીસની જુદી જુદી ટીમો બનાવી, આરોપીઓને પકડી પાડવા માર્ગદર્શન આપેલ હતું.
આ ટીમો દ્વારા અજાણ્યા આરોપીઓ અંગે સઘન તપાસ કરવામાં આવેલ. આ બનાવ સ્થળ ઢુંઢીયા પીપળવા ગામ તથા તેની આજુ બાજુમાં આવેલ ગામો તથા સીમ વિસ્તારમાં રહેતા પરપ્રાંતીય મજુરોને ચેક કરવામાં આવેલ તેમજ બનાવના દિવસ દરમ્યાન રોડ રસ્તા ઉપરથી પસાર થયેલ વાહનો ચેક કરવામાં આવેલ તેમજ રાજય બહાર અવર – જવર કરતા વાહનો તથા તે વાહનમાં મુસાફરી કરતા ઇસમો અંગે માહિતી મેળવી તેઓને ચેક કરવામાં આવેલ.
તેમજ આ ગામ તથા આજુ બાજુના ૨૦ કીમી વિસ્તારનાં સી.સી.ટી.વી. કેમેરા ચેક કરવામાં આવેલ અને આ સી.સી.ટી.વી.માં દેખાતા તમામ ઇસમોની પુછ પરછ કરવામાં આવેલ.
આ ગુના વાળી જગ્યાની આજુબાજુમાં રહેતા રહીશો તથા મરણ જનારના સગા સબંધીઓ તથા ગ્રામજનોની પુછપરછ કરી, આ ગુનો બનવા પાછળના કારણ અંગે તપાસ કરવામાં આવેલ.
અંગત બાતમીદારો અને ટેકનીકલ સોર્સ દ્વારા આરોપીઓની તપાસ દરમ્યાન ચાર શકમંદ ઇસમોને રાઉન્ડ અપ કરી, તેમની સઘન પુછપરછ કરતાં તેઓએ આ ગુનાની કબુલાત આપતા ગંભીર લુંટ વિથ ડબલ મર્ડરનો અનડીટેકટ ગુનો ડીટેકટ કરવામાં અમરેલી જિલ્લા પોલીસને સફળતા મળેલ છે.
અમરેલી પોલીસે (૧) રામજી ઉર્ફે બાલો પ્રાગજીભાઈ ઉર્ફે પાગાભાઈ સોલંકી,ઉ.વ.૨૫, રહે.ઢુંઢીયા પીપળીયા તા.વડીયા, જિ.અમરેલી.
(૨) આશીષ ઉર્ફે બાવ પ્રાગજીભાઈ ઉર્ફે પાગાભાઈ સોલંકી, ઉ.વ.૨૨, રહે.ઢુંઢીયા પીપળીયા તા.વડીયા, જિ.અમરેલી.
(૩) અનીલ ઉર્ફે અનકો કેશુભાઈ સોલંકી, ઉ.વ.૨૫, રહે.ઢુંઢીયા પીપળીયા તા.વડીયા, જિ.અમરેલી.
(૪) મીઠુ ઉર્ફે રામસિંગ પીડીયાભાઈ મુહા, ઉ.વ.૪૫, રહે.બડી ઢેબર, મુંહ ફળીયું, તા.જિ.જામ્બુઆ (મધ્યપ્રદેશ) હાલ રહે.ઢુંઢીયા પીપળીયા, તા.વડીયા, જિ.અમરેલી
આ ચાર આરોપીને પકડીને વધુ તપાસ હાથ ધરી છે તપાસ દરમિયાન આ ચારેય આરોપી વિરુદ્ધ અન્ય ગુન્હા પણ નોંધાયેલા છે
રિપોર્ટર ટિનુભાઈ લલિયા ધારી