કોટેશ્વર મહાદેવ મંદિર પ્રકૃતિના સૌન્દર્યમાં સરસ્વતી નદીના કિનારે આવેલ પાવન સ્થળ છે. માં સરસ્વતી નદીનું ઉદ્દગમ સ્થાન છે અને શ્રાવણ માસમાં મોટી સંખ્યામાં યાત્રાળુઓ દર્શન કરી ધન્યતા અનુભવે છે.
મંદિર ટ્રસ્ટ દ્વારા ગૌશાળાનું સંચાલન પણ કરવામાં આવે છે. આજ રોજ દાતાશ્રી દ્વારા પોતાના સપરિવાર સાથે કોટેશ્વર મંદિરના ચોકમાં શિવ રુદ્ર યજ્ઞ, પૂજન અર્ચન કરી વિધિ વિધાન સાથે ચાંદીનું થાળું દેવાધિદેવ મહાદેવના ચરણોમાં જડીત કરેલ છે.
આ ચાંદીના થાળાથી શિવલિંગની શોભામાં અનેકગણો વધારો થયો છે. અંબાજી મંદિર ટ્રસ્ટના વહીવટદાર અને અધિક કલેકટરશ્રી કૌશિક મોદીએ દાન સ્વીકારી દાતાશ્રીનો હદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો.
રિપોર્ટર પ્રહલાદ પુજારી અંબાજી