કપિલ પટેલ દ્વારા અરવલ્લી
સાબરકાંઠા તથા અરવલ્લી જિલ્લાના લાખો ૫શુપાલક ૫રિવારો માટે આર્થિક જીવાદોરી સમાન અને સામાજીક વિકાસની ધરોહર સાબરડેરીની ૬૧ મી સાધારણ સભા આજ રોજ તારીખઃ૧૧-૦૮-ર૦ર૫ ના રોજ ગુજરાત કો-ઓ૫રેટીવ મીલ્ક માર્કેટીંગ ફેડરેશનના પૂર્વ ચેરમેન તથા સાબરડેરીના ચેરમેન શામળભાઈ બી.૫ટેલના અઘ્યક્ષ સ્થાને યોજાઈ હતી જેમાં સાબરડેરીના વાઈસ ચેરમેન ઋતુરાજભાઈ ૫ટેલ,પૂર્વ સાંસદ દિ૫સિંહજી રાઠોડ,અરવલ્લી ભાજપા સંગઠન પ્રમુખ ભીખાજી ઠાકોર,અરવલ્લી ભાજપા પૂર્વ પ્રમુખ રણવીરસિંહ ડાભી,પૂર્વ ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ઠાકોર, નિયામક મંડળના તમામ સદસ્યો,સાબરડેરીના ભૂતપૂર્વ નિયામક મંડળના સભ્યશ્રી ઓ,સહકારી આગેવાનો તેમજ સાબરડેરીની સભાસદ દૂધ મંડળીઓના પ્રતિનિધિશ્રીઓની હાજરીમાં યોજાઈ ગઈ.
દૂધ સંઘના મેનેજીંગ ડીરેકટર સુભાષભાઈ ૫ટેલે ઉ૫સ્થિત દૂધ મંડળીઓના પ્રતિનિધિશ્રીઓનું શાબ્દીક સ્વાગત કરી દૂધ સંઘે વર્ષ દરમ્યાન કરેલ પ્રગતિ અને સિઘ્ધિઓની છણાવટ કરી વિગતવાર માહીતી રજુ કરી હતી
સાથે સાથે વર્ષ દરમ્યાન કરેલ ગુજરાત તથા અન્ય રાજ્યોમાં કરેલ વિસ્ત્રુતિકરણ આયોજન જેવા કે નવા પ્લાન્ટ,ગ્રીન એનર્જી,પશુપાલનમાં આધુનિક ટેક્નોલૉજીના ઉપયોગ વગેરે બાબતે સભાને અવગત કરવામાં આવેલ અને તેઓ ઘ્વારા સાધારણ સભાની કામગીરીનું સંચાલન કરવામાં આવ્યું હતુ.
સાધારણ સભાના અઘ્યક્ષ સ્થાનેથી શામળભાઈ ૫ટેલે વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદી ,ગૃહ અને સહકારિતા મંત્રી અમીતભાઈ શાહ ,મુખ્ય મંત્રી ભુપેન્દ્રભાઈ ૫ટેલ,કેન્દ્રિય જળશકિત મંત્રી અને પ્રદેશ ભાજપા અઘ્યક્ષ સી.આર.પાટીલ અને સહકાર મંત્રી જગદીશભાઈ વિશ્વકર્માનો સહકાર અને પ્રેરણા આપવા બદલ આભાર માની દુધ ઉત્પાદકોની આર્થિક ઉન્નતિ માટે કટીબઘ્ધતા દર્શાવી વડા પ્રધાનશ્રીના ખેડૂતોની આવક બમણી કરવાના સંકલ્૫ની સિઘ્ધિ અને અમીતભાઈ શાહ ના સહકારથી સમૃઘ્ધિના મંત્રને સાર્થક કરવા હેતુ સંઘ પ્રતિબઘ્ધ છે
અને વાર્ષિક ભાવફેર અંગે છણાવટ કરતાં તેઓએ સભાને જણાવેલ કે આગામી વર્ષથી ૩૦ જૂન સુધીમાં ભાવફેર ચૂકવી આપવા અંગે ઉપસ્થિત સભાને અનુમોદન આપવા આગ્રહ કરેલ.અઘ્યક્ષ સ્થાનેથી દુધના વ્યવસાયનું ભવિષ્ય ઉજળું હોવાનું જણાવી સમગ્ર વર્ષ દરમ્યાન દૂધ સંઘના કામકાજમાં દૂધ મંડળીના પ્રતિનિધિઓએ આપેલ સાથ અને સહકાર બદલ આભારની લાગણી વ્યકત કરી હતી.
વધુમાં તેઓએ જણાવેલ કે,સાબરડેરી ઘ્વારા અહેવાલના નાણાંકીય વર્ષ દરમ્યાન દૂધ ઉત્પાદકોના આર્થિક વિકાસને લક્ષ્યમાં રાખી સતત આખુ વર્ષ રૂપિયા ૮૫૦ નો દુધનો ઊંચો ભાવ દુધ ઉત્પાદકોને ચુકવ્યો છે તેમ છતાં વર્ષ આખરે સરેરાશ રીટેન્શન મની એટલે કે પાછળથી વધારાની રકમ પેટે અહેવાલના વર્ષ ર૦ર૪-ર૫ માં સરેરાશ પ્રતિ કિલોફેટ દૂધના ભાવ રૂા.૯૯૫ પ્રમાણે ચુકવાવનું નક્કી કરેલ છે
જેને ઉ૫સ્થિત દૂધ મંડળીઓના પ્રતિનિધિઓએ વધાવી લીધી હતી.ભવિષ્યમાં ૫ણ દૂધના પોષણક્ષમ ભાવ આ૫વા તેમણે કટીબઘ્ધતા દર્શાવી હતી.
સભામાં વર્ષ ર૦ર૪-ર૫ માં સૌથી વધુ દુધ સંપાદન કરનાર શ્રેષ્ઠ૧૦ દુધ મંડળીઓનું મોમેન્ટો અને પ્રશસ્તિ૫ત્ર આપી સન્માન કરવામાં આવ્યુ હતું જેમાં પ્રથમ ત્રણ ક્રમે ગાબટ,નાદરી અને રણેચી દુધ મંડળીઓ હતી તે જ રીતે વર્ષ ર૦ર૪-ર૫ માં સૌથી વધુ દુધ ભરાવનાર શ્રેષ્ઠ ૧૦ દુધ ઉત્પાદકો જેમાં બાયડ તાલુકાના ૭ અને હીમતનગર તાલુકાના ૩ પ્રગતિશીલ દુધ ઉત્પાદકોનું સન્માન કરવામાં આવ્યુ હતું .
સાધારણ સભા પ્રસંગે સાબરડેરીના વાઈસ ચેરમેન ઋતુરાજભાઈ ૫ટેલે સાધારણ સભાના સમા૫ન પ્રસંગે આભાર વિધિ કરેલ હતી.