15 મી ઓગસ્ટ પર્વ પહેલા દેશ ભક્તિ હાલમાં ગુજરાત ના ગામે ગામ સહિત દેશ ભરમાં જોવા મળી રહી છે. ગુજરાતના ઘણાય જિલ્લાઓમાં અને તાલુકાઓમા તિરંગા યાત્રા યોજાઈ રહી છે. આજે હડાદ ખાતે પણ તિરંગા યાત્રા યોજાઈ હતી જેમાં મોટી સંખ્યામાં શાળાના બાળકો, પોલીસ સ્ટાફ, ગ્રામજનો અને આગેવાનો જોડાયા હતા.
આજરોજ હડાદ પોલીસ સ્ટાફ તથા હડાદ અખંડાનંદ સ્કૂલના બાળકો તેમજ સ્ટાફ સાથે તથા હડાદ ગામના વડીલો તેમજ આગેવાનો સાથે હડાદ ટાઉનમાં તિરંગા યાત્રા રેલીનું યોજવામાં આવેલ.હડાદ પોલીસ સ્ટેશનના પીએસઆઈ જયશ્રી બેન દેસાઈ, આગેવાનો લાધુભાઈ, રવિન્દ્ર ભાઈ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહી તિરંગા યાત્રા સફળ બનાવી હતી. ભારત માતા કી જયના નારા સાંભળવા મળ્યા હતા.
રિપોર્ટર પ્રહલાદ પૂજારી અંબાજી