રિપોર્ટ અનુજ ઠાકર
અમદાવાદ: શહેરમાં પ્રીમિયમ પ્રી-લૉન્ચ ઇવેન્ટ્સની લોકપ્રિયતા સતત વધી રહી છે. એ જ શ્રેણીમાં “ઇલાઇટ બર્ડ્સ”નું પ્રી-લૉન્ચ ઇવેન્ટ તાજેતરમાં યાદગાર રીતે યોજાયું. આ ભવ્ય કાર્યક્રમનું આયોજન જયેશ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. પ્રસિદ્ધ અભિનેત્રી પૂજા જોશી પણ ખાસ ઉપસ્થિત રહી હતી અને તેમણે ઇલાઇટ બર્ડ્સનો લોગો લોન્ચ કર્યો. સાથે જ જાહેરાત કરવામાં આવી કે તેઓ નવરાત્રી દરમિયાન ચોથા નોરતા દરમિયાન હાજરી આપશે.
આ ખાસ અવસરને વધુ રંગીન બનાવવા 150થી વધુ ક્રિએટર્સે ડ્રમ સર્કલ સાથે અર્બન ગરબાનું અનોખું સેલિબ્રેશન કર્યું. જીવંત તાલ અને મ્યુઝિકના મોહક માહોલમાં સૌએ ગરબાના પગરવ ભરીને સંગીત અને પરંપરાના મીઠા મિલનનો આનંદ માણ્યો.
નવરાત્રીની ઝલક સાથે મ્યુઝિકનો મહેફિલ નવરાત્રીના રંગો અને લાઇવ મ્યુઝિકના સૂરને એકસાથે ગૂંથી, ઇવેન્ટે મોજ અને ઉમંગથી ભરેલો માહોલ સર્જ્યો. ડ્રમ સર્કલની ધૂન સૌને નવી ઉર્જા આપતી રહી. ખાસ નક્કી કરાયેલા ડ્રેસ કોડમાં ક્રિએટર્સે ભાગ લઈ, ગરબા અને ડાન્સનો ભરપૂર આનંદ માણ્યો.
આ પ્રારંભિક કાર્યક્રમથી જ સ્પષ્ટ થઈ ગયું છે કે અમદાવાદના પાર્ટીપ્રેમી અને સંસ્કૃતિરસિકો માટે હવે એક નવું, પ્રીમિયમ અને અનોખું સ્થળ તૈયાર છે—જ્યાં પરંપરા અને આધુનિકતા હાથમાં હાથ મિલાવે છે.