Breaking NewsCrime

ભાવનગર જીલ્લામાંથી તડીપાર થયેલ ઇસમને ઝડપી પાડતી ભાવનગર એસ.ઓ.જી

ગઇ કાલ તા. ૨૦/૦૩/૨૦૨૧ ના રોજ ભાવનગર એસ.ઓ.જી. પોલીસ દ્રારા અસંખ્ય મારામારીના ગુન્હામાં પકડાયેલ અને ભાવનગર સહિત જિલ્લામાં તડીપાર ચિત્રાના કુખ્યાત વિવેક ઉર્ફે ભોલું ઉર્ફે “મોત”  ને ઝડપી પાડેલ હતો અને તે બાબતે બોરતળાવ પોલીસ સ્ટેશન ખાતે ભાવનગર એસ.ઓ.જી. પોલીસે તડીપાર ભંગની  ફરિયાદ રજીસ્ટર કરાવેલ હતી

ભાવનગર પોલીસ અધિક્ષકશ્રી જયપાલસિંહ રાઠૌડ સાહેબના સીધા માર્ગદર્શન હેઠળ ભાવનગર એસ.ઓ.જી. પોલીસના પોલીસ ઇન્સ્પેકટરશ્રી કે.બી.જાડેજા સાહેબના માર્ગદર્શન હેઠળ બાતમી હકિકત આધારે શરીર સંબંધી અનેક ગુન્હાઓમાં સંડોવાયેલ અને ભાવનગર સહિત બોર્ડર જિલ્લામાંથી તડીપાર થયેલ ઇસમ વિવેક ઉર્ફે ભોલુ ઉર્ફે મોત શંભુભાઈ મકવાણા રહેવાસી બેંક કોલોની ચિત્રા ભાવનગર વાળાને  એસ.ઓ.જી. ભાવનગર પોલીસે ચિત્રા મસ્તરામ મંદિર પાસે ભાવનગર પાસેથી ઝડપી પાડી તેના તડીપાર ભંગ બદલ કાર્યવાહી કરી બોરતળાવ પોલીસ સ્ટેશનમાં  ગુન્હો દાખલ કરાવેલ છે.

આ કામગીરીમાં એસ.ઓ.જી. ભાવનગરના પોલીસ ઇન્સ્પેકટરશ્રી કે.બી.જાડેજા સાહેબના માર્ગદર્શન હેઠળ  તથા હેડ કોન્સ. ઓમદેવસિંહ ગોહીલ તથા પ્રદીપસિંહ ગોહીલ તથા  પોલીસ કોન્સ. હારીતસિંહ ચૌહાણ જોડાયા હતા

અહેવાલ-મુકેશ-એસ-વાઘેલા

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

સાંતલપુરના જાખોત્રા ગામે ફિલ્મી ઢબે આધેડની હત્યા. આધેડની હત્યાના આરોપીને પોલીસે ગણતરીમાં ઝડપી લીધો

પાટણ, એ.આર. એબીએનએસ: પાટણ જીલ્લાના સાંતલપુર તાલુકાના જાખોત્રા ગામમાં ગત મંગળવારે…

ચોરી થયેલ મોટર સાયકલ સાથે એક ઇસમને ઝડપી વાહન ચોરીનો ગુન્હો શોધી કાઢતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો.શ્રી…

1 of 386

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *