સ્વતંત્રતા પર્વને લઈને ભાવનગર જિલ્લાના પાલીતાણા ખાતે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો ભાવનગર જિલ્લામાં સ્વાતંત્ર્ય પર્વની શહેરભરમાં ઠેર-ઠેર સરકારી કચેરીઓ, રાજકીય પક્ષો, સામાજિક સંસ્થાઓ, શૈક્ષણિક સંસ્થાઓએ સ્વાતંત્ર્ય પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી,
જેમાં પાલીતાણા ના ગારીયાધાર રોડ પર આવેલ હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે જિલ્લા કલેક્ટર ડો.મનીષ કુમાર બંસલ દ્વારા ધ્વજવંદન કરી સ્વાતંત્ર દિવસ નગરજનોને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી, અને સમૂહ રાષ્ટ્ર ગાન કરવામાં આવ્યું હતું
ત્યારબાદ ગ્રાઉન્ડ ખાતે વિવિધ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા ધાર્મિક સાંસ્કૃતિક સાથે રાસ ગરબા અને દેશભક્તિ ની કૃતિઓ રજૂ કરવામાં આવી હતી અને કૃતિઓ રજૂ કરનાર તમામ વિદ્યાર્થીઓ તેમજ શાળાના ટીમ વતી મોમેન્ટો તેમજ રોકડ પુરસ્કાર આપી જિલ્લા કલેકટર દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા
સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે કાર્યક્રમમાં જિલ્લા કલેકટર ડોક્ટર મનીષકુમાર બંસલ, ભાવનગર sp, ડૉ.હર્ષદ પટેલ, પાલીતાણા ડીવાયએસપી મિહિર બારૈયા, પાલીતાણા ડેપ્યુટી કલેટર અંકિત પટેલ, પાલીતાણા મામલતદાર , પાલીતાણા ધારાસભ્ય ભીખાભાઈ બારૈયા, ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ મહેન્દ્રસિંહ સરવૈયા, સહિત અધિકારીઓ તેમજ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને સ્વાતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી હતી
રિપોર્ટર વિજય જાદવ પાલીતાણા